પુણેના ટિકિટ કલેક્ટર સ્વપ્નિલ કુસાળેએ શૂટિંગમાં જીતેલો બ્રૉન્ઝ મેડલ પણ કઈ રીતે ઐતિહાસિક છે?

02 August, 2024 08:05 AM IST  |  Paris | Gujarati Mid-day Correspondent

૫૦ મીટર રાઇફલ ૩ પોઝિશન્સ ઇવેન્ટમાં ભારતને ઑલિમ્પિક્સમાં ક્યારેય મેડલ નથી મળ્યો : મહારાષ્ટ્રને ૭૨ વર્ષ પછી મળ્યો ઑલિમ્પિક મેડલ : સેન્ટ્રલ રેલવે સ્વપ્નિલને હવે ઑફિસર બનાવશે : મહારાષ્ટ્ર સરકાર સ્વપ્નિલને એક કરોડ રૂપિયાનું ઇનામ આપશે

સ્વપ્નિલ કુસાળે બ્રૉન્ઝ મેડલ સાથે

ઑલિ‌‌મ્પિક્સમાં મહારાષ્ટ્રના પહેલવાન ખાશાબા જાધવે ૧૯૫૨માં હેલસિંકીમાં કુસ્તીમાં બ્રૉન્ઝ મેડલ મેળવ્યો હતો. એ પછી ૭૨ વર્ષ બાદ ગઈ કાલે મહારાષ્ટ્રના સ્વપ્નિલ કુસાળેએ શૂટિંગમાં બ્રૉન્ઝ મેડલ મેળવ્યો હતો. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ સ્વપ્નિલ કુસાળેને એક કરોડ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરી છે.

પહેલાં ઘૂંટણ પર બેસીને, પછી ચત્તાપાટ સૂઈને અને પછી ઊભા રહીને એટલે કે અલગ-અલગ ત્રણ પોઝિશનમાં ૫૦ મીટરના અંતરે આવેલા ટાર્ગેટ પર રાઇફલ વડે નિશાન તાકતો સ્વપ્નિલ કુસાળે

આ સિવાય સ્વપ્નિલ ભારત આવશે ત્યારે તેનું ભવ્યાતિભવ્ય સ્વાગત પણ કરવામાં આવશે.

paris olympics 2024 Olympics pune india athletics sports sports news