મનુ ભાકરને ડૉક્ટર બનાવવા માગતી હતી તેની મમ્મી

30 July, 2024 07:20 AM IST  |  Paris | Gujarati Mid-day Correspondent

બાવીસ વર્ષની નાની ઉંમરમાં અલગ-અલગ ટુર્નામેન્ટમાં ગોલ્ડ જીતનારી મનુ તેના પરિવારનું નામ રોશન કરી રહી છે

મમ્મી-પપ્પા અને ભાઈ સાથે મનુ ભાકરનો જૂનો ફોટો

શૂટર મનુ ભાકરે પૅરિસ ઑલિમ્પિક્સમાં મહિલાઓની ૧૦ મીટર ઍર પિસ્ટલ સ્પર્ધામાં બ્રૉન્ઝ જીત્યા બાદ તેની મમ્મી સુમેધા ભાકરે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘લોકોએ મનુ માટે જે પ્રેમ દર્શાવ્યો એના માટે મારો પરિવાર ખરેખર ખુશ છે. હું પહેલાં ઇચ્છતી હતી કે મનુ ડૉક્ટર બને, પણ તેણે સ્કૂલના શૂટિંગ રેન્જમાં જવાનું શરૂ કર્યું. તેના પ્રથમ કોચ અનિલ ઝક્કરે અમને કહ્યું હતું કે તે ભવિષ્યમાં ખરેખર સારું પ્રદર્શન કરશે.’ બાવીસ વર્ષની નાની ઉંમરમાં અલગ-અલગ ટુર્નામેન્ટમાં ગોલ્ડ જીતનારી મનુ તેના પરિવારનું નામ રોશન કરી રહી છે. 

મનુએ મેડલ-કૅબિનેટમાં વધુ એક યાદગાર મેડલ ઉમેર્યો

મનુની ટ્રેઇનિંગ પાછળ સરકારે બે કરોડ રૂપિયા કઈ રીતે વાપર્યા?

ભારતના રમતગમત પ્રધાન મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે શૂટર મનુ ભાકરની ટ્રેઇનિંગ માટે સરકારે લગભગ બે કરોડનો ખર્ચ કર્યો હતો. તેને ટ્રેઇનિંગ માટે જર્મની અને સ્વિટ્ઝરલૅન્ડ મોકલવામાં આવી હતી. નાણાકીય મદદ સાથે તેણે સિલેક્ટ કરેલા કોચનો ખર્ચ પણ સરકારે ઉપાડ્યો હતો જેના કારણે મનુ ભાકરને પૅરિસ ઑલિમ્પિક્સમાં બ્રૉન્ઝ મેડલ જીતીને ઇતિહાસ રચવાની તક મળી.

paris olympics 2024 Olympics india athletics sports sports news