મેન્સ ટેબલ ટેનિસ ટીમ પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં હારી ગઈ

07 August, 2024 11:07 AM IST  |  Paris | Gujarati Mid-day Correspondent

મહિલા ટીમ પર આજે ક્વૉર્ટર ફાઇનલ મૅચ જીતવાનું પ્રેશર

પ્રી-ક્વૉર્ટર ફાઇનલ મૅચ દરમ્યાન સર્વિસ કરતી વખતે માનવ ઠક્કર

ગઈ કાલે હરમીત દેસાઈ, માનવ ઠક્કર અને શરથ કમલની મેન્સ ટેબલ ટેનિસ ટીમ પૅરિસ ઑલિમ્પિક્સમાં પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં ચીનની ટીમ સામે ૩-૦થી હારી ગઈ હતી. આજે મનિકા બત્રાની આગેવાનીમાં મહિલા ટીમ બપોરે ૧.૩૦ વાગ્યાથી જર્મની સામે ક્વૉર્ટર ફાઇનલ મૅચ રમવા ઊતરશે. મહિલા ટીમ પર આજે જીતવાનું પ્રેશર રહેશે; કારણ કે આ અગાઉ હરમીત દેસાઈ, શરથ કમલ, મનિકા બત્રા અને શ્રીજા અકુલા સિંગલ્સ ઇવેન્ટમાં મેડલ જિતાડવામાં નિષ્ફળ રહ્યાં છે. 

paris olympics 2024 Olympics tennis news india sports sports news