રિટાયરમેન્ટ જાહેર કરતાં દીપા મલિકે કહ્યું...

12 May, 2020 09:44 AM IST  |  New Delhi | Agencies

રિટાયરમેન્ટ જાહેર કરતાં દીપા મલિકે કહ્યું...

દીપા મલિક

પૅરાલિમ્પિક સિલ્વર મેડલિસ્ટ દીપા મલિકે ગઈ કાલે રિટાયરમેન્ટ લઈ લીધું છે. નૅશનલ સ્પોર્ટ્સ કોડના ઍગ્રીમેન્ટ સાથે પૅરાલિમ્પિક કમિટી ઑફ ઇન્ડિયાની પ્રેસિડન્ટ બની રહેવા માટે તેણે રિટાયરમેન્ટ લઈ લીધું છે. નૅશનલ સ્પોર્ટ્સ કોડ મુજબ ઍક્ટિવ ઍથ્લિટ કોઈ પણ ફેડરેશનમાં ઑફિશ્યલ પોસ્ટ ન ધરાવી શકે. ૨૦૧૬માં રિયો ડી જાનેરોમાં યોજાયેલી સમર પૅરાલિમ્પિક્સમાં શૉટપુટમાં સિલ્વર મેડલ જીતનારી પહેલી મહિલા ખેલાડી બની હતી દીપા મલિક. રિટાયરમેન્ટ વિશે દીપાએ ટ્વીટ કર્યું હતું કે ‘પૅરાલિમ્પિક કમિટી ઑફ ઇન્ડિયાને ઇલેક્શન માટે પહેલેથી જ લેટર મોકલી આપ્યો છે. નવી કમિટી માટે હાઈ કોર્ટના નિર્ણયની રાહ જોવાઈ રહી હતી. જોકે નૅશનલ સ્પોર્ટ્સ કોડ મુજબ હું લોકોને જાહેરમાં કહું છું કે ઍક્ટિવ સ્પોર્ટ્સમાંથી મેં રિટાયરમેન્ટ લઈ લીધું છે. પૅરા સ્પોર્ટ્સને સેવા આપવાનો અને અન્ય લોકો સિદ્ધિ મેળવી શકે એ માટે તેમને સપોર્ટ કરવાનો સમય આવી ગયો છે.’

sports news