શાન મસૂદ પાંચ રનથી સદી ચૂક્યો, પાકિસ્તાને લડાયક અંદાજ દેખાડ્યો

12 September, 2026 04:50 PM IST  |  Edgbaston | Gujarati Mid-day Correspondent

પાકિસ્તાને ત્રીજા દિવસની રમત દરમ્યાન ૫૦ ઓવરમાં ૨૨૧/૪નો સ્કોર કર્યો હતો. એ સમયે તેઓ મૅચમાં ૯૯ રનથી પાછળ હતા. શાન મસૂદ પાંચ રનથી સદી ચૂકી ગયો હતો.

શાન મસૂદ પાંચ રનથી સદી ચૂક્યો, પાકિસ્તાને લડાયક અંદાજ દેખાડ્યો

એજબૅસ્ટન ટેસ્ટ-મૅચના ત્રીજા દિવસે ઇંગ્લૅન્ડ સામે પાકિસ્તાને લડાયક રમત રમી હતી. પહેલી ઇનિંગ્સમાં પાકિસ્તાનના ૧૩૩ રનની સામે ઇંગ્લૅન્ડે ૪૫૩ રન કર્યા હતા. પાકિસ્તાને ત્રીજા દિવસની રમત દરમ્યાન ૫૦ ઓવરમાં ૨૨૧/૪નો સ્કોર કર્યો હતો. એ સમયે તેઓ મૅચમાં ૯૯ રનથી પાછળ હતા. શાન મસૂદ પાંચ રનથી સદી ચૂકી ગયો હતો. તેણે ૧૪૮ બૉલમાં ૧૨ સિક્સની મદદથી ૯૫ રન કર્યા હતા.

england pakistan test cricket cricket news sports news sports