પી. વી. સિંધુ ઇન્ડોનેશિયા ઓપનની ક્વૉર્ટર ફાઇનલમાં

26 November, 2021 02:02 PM IST  |  mumbai | Gujarati Mid-day Correspondent

ભારતીય બૅડ્‍મિન્ટન ખેલાડી પી. વી. સિંધુ જર્મનીના યુવાનો લીને હરાવીને ઇન્ડોનેશિયા ઓપન સુપર ૧૦૦૦ ઇવેન્ટની ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે.

પી.વી. સિંધુ

ભારતીય બૅડ્‍મિન્ટન ખેલાડી પી. વી. સિંધુ જર્મનીના યુવાનો લીને હરાવીને ઇન્ડોનેશિયા ઓપન સુપર ૧૦૦૦ ઇવેન્ટની ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે. વર્તમાન વર્લ્ડ ચૅમ્પિયનને લીને હરાવવામાં કોઈ મુશ્કેલી નહોતી પડી. તેણે માત્ર ૩૭ મિનિટમાં ૨૧-૧૨, ૨૧-૧૮થી મૅચ જીતી લીધી હતી. સિંધુ અને લી વચ્ચે પહેલી વખત ટક્કર થઈ હતી. બે વખત ઑલિમ્પિક મેડલ જીતનાર ખેલાડીએ પહેલો સેટ સહેલાઈથી જીતી લીધો હતો. બીજા સેટમાં થોડી સ્પર્ધા જોવા મળી હતી, પરંતુ સિંધુએ જર્મન ખેલાડીને ફાવવા નહોતી દીધી.

sports news badminton news