ઓસાકા પહેલા રાઉન્ડમાં હારી

24 May, 2022 05:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ચાર ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ જીતી ચૂકેલી જપાનની નાઓમી ઓસાકા ગઈ કાલે પૅરિસમાં ફ્રેન્ચ ઓપનના પહેલા જ રાઉન્ડમાં હારી જતાં સ્પર્ધાની બહાર થઈ ગઈ હતી.

જપાનની નાઓમી ઓસાકા

ચાર ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ જીતી ચૂકેલી જપાનની નાઓમી ઓસાકા ગઈ કાલે પૅરિસમાં ફ્રેન્ચ ઓપનના પહેલા જ રાઉન્ડમાં હારી જતાં સ્પર્ધાની બહાર થઈ ગઈ હતી. તેને અમેરિકાની અમૅન્ડા ઍનિસિમોવાએ ૭-૫, ૬-૪થી હરાવી હતી. બીજી એક મહત્ત્વની મૅચમાં વર્લ્ડ નંબર-વન પોલૅન્ડની ઇગા સ્વાનટેકે માત્ર ૫૪ મિનિટમાં યુક્રેનની લેસિયા ત્સુરેન્કોને ૬-૨, ૬-૦થી હરાવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. રવિવારે પુરુષોમાં ૨૦૨૦નો યુએસ ઓપન ચૅમ્પિયન અને ફ્રેન્ચ ઓપનનો ભૂતપૂર્વ રનર-અપ ઑસ્ટ્રિયાનો ડૉમિનિક ટિમ પહેલા રાઉન્ડમાં બોલિવિયાના હ્યુગો ડેલિયેન સામે ૩-૬, ૨-૬, ૪-૬થી હારી ગયો હતો. સ્પેનના ટીનેજર અલ્કારેઝે ફ્રેન્ચ ઓપનમાં રવિવારે જીત સાથે આરંભ કર્યો હતો. તેણે ફર્સ્ટ રાઉન્ડમાં આર્જેન્ટિનાના યુઆન લૉન્દેરોને ૬-૪, ૬-૨, ૬-૦થી પરાજિત કર્યો હતો. 

sports news