News In Shorts: ઑલિમ્પિક ચૅમ્પિયન ટેનિસ પ્લેયર પ્વીગ નિવૃત્ત

15 June, 2022 03:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

2016માં રિયો ઑલિમ્પિક ગેમ્સમાં ટેનિસ સિંગલ્સનો ગોલ્ડ મેડલ જીતનાર પોર્ટો રિકોની મોનિકા પ્વીગે ઈજાથી કંટાળીને રિટાયરમેન્ટ જાહેર કરી દીધું છે.

ઑલિમ્પિક ચૅમ્પિયન ટેનિસ પ્લેયર પ્વીગ નિવૃત્ત

ઑલિમ્પિક ચૅમ્પિયન ટેનિસ પ્લેયર પ્વીગ નિવૃત્ત
૨૦૧૬માં રિયો ઑલિમ્પિક ગેમ્સમાં ટેનિસ સિંગલ્સનો ગોલ્ડ મેડલ જીતનાર પોર્ટો રિકોની મોનિકા પ્વીગે ઈજાથી કંટાળીને રિટાયરમેન્ટ જાહેર કરી દીધું છે. ઈએસપીએન બ્રૉડકાસ્ટર પ્વીગે ઑલિમ્પિક્સનો ગોલ્ડ મેડલ જીતવાની સફર દરમ્યાન સ્પેનની ગાર્બિન્યે મુગુરુઝા, ચેક રિપબ્લિકની પેટ્રા ક્વિટોવા અને જર્મનીની ઑન્જેલિક કર્બરને હરાવી હતી. જોકે પ્વીગે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે ‘ઇટ્સ નૉટ ગુડબાય, બટ સી યુ સૂન.’ પ્વીગ થોડા સમયમાં યુવા ટેનિસ ખેલાડીઓને ટેનિસની તાલીમ આપવા માગે છે અને ઍકૅડેમી શરૂ કરવાનો તેનો ઇરાદો છે.

ભૂતપૂર્વ ક્રિકેટરોનાં પેન્શન બમણાં કરવાના નિર્ણયને આવકાર
ટેસ્ટ તથા ફર્સ્ટ ક્લાસ ક્રિકેટના ભૂતપૂર્વ ખેલાડીઓ તેમ જ નિવૃત્ત અમ્પાયરોને દર મહિને મળતું પેન્શન બમણું કરવાના બીસીસીઆઇના નિર્ણયને ઇન્ડિયન ક્રિકેટર્સ અસોસિએશને ઉત્સાહપૂર્વક આવકાર્યો છે. જેમને મહિને ૧૫,૦૦૦ રૂપિયાનું પેન્શન મળે છે એ ૩૦,૦૦૦ રૂપિયા થયું છે, જ્યારે ૩૭,૫૦૦ રૂપિયા મેળવનારને હવે ૬૦,૦૦૦ 
રૂપિયા મળશે. ૫૦,૦૦૦ રૂપિયાનું પેન્શન મેળવનારને હવે ૭૦,૦૦૦ રૂપિયા મળશે.

પી. વી. સિંધુ અને પ્રણીત પહેલા જ રાઉન્ડમાં હાર્યાં
બે ઑલિમ્પિક મેડલ જીતી ચૂકેલી ભારતની ભૂતપૂર્વ વર્લ્ડ ચૅમ્પિયન પી. વી. સિંધુ ગઈ કાલે જકાર્તાની ઇન્ડોનેશિયા ઓપન સુપર-૧૦૦૦ ઇવેન્ટમાં પહેલા જ રાઉન્ડમાં હારી ગઈ હતી. તેનો ચીનની હી બિન્ગ જિઆઓ સામે સ્ટ્રેઇટ ગેમમાં ૧૪-૨૧, ૧૮-૨૧થી પરાજય થયો હતો. એશિયન સ્પર્ધામાં સિંધુએ બિન્ગને હરાવી હતી, પણ બિન્ગ હવે સામસામા મુકાબલામાં સિંધુથી ૧૦-૮થી આગળ છે. પુરુષ વર્ગમાં બી. સાઈ પ્રણીતને ડેન્માર્કના હૅન્સ-ક્રિસ્ટિયન સૉલબર્ગ વિટિંગસે ૨૧-૧૬, ૨૧-૧૯થી હરાવ્યો હતો.

sports news tennis news