વૉર્મઅપમાં હવે લાગી રહ્યો છે વધારે સમય : દુત્તી ચંદ

21 May, 2020 02:00 PM IST  |  New Delhi | Agencies

વૉર્મઅપમાં હવે લાગી રહ્યો છે વધારે સમય : દુત્તી ચંદ

દુત્તી ચંદ

ભારતીય મહિલા રનર દુત્તી ચંદની ફિટનેસને કોરોનાને લીધે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એક કિલોમીટરની રેસ જે તે પહેલાં પાંચ મિનિટમાં પૂરી કરતી હતી એને પૂરી કરવા હવે સાત મિનિટનો સમય લાગી રહ્યો છે. આ વિશે દુત્તી ચંદનું કહેવું છે કે ‘પહેલાં હું દરેક લોકો સાથે હળતી મળતી હતી, પણ હવે સિક્યૉરિટી ગાર્ડ પણ ડરે છે. અમે જ્યારે કોઈ પણ વસ્તુને ટચ કરીએ છીએ તો તે અમને હાથ ધોવાનું કહે છે. મેં આજ સુધી જિમને આટલું ક્લિયર થતા ક્યારેય નથી જોયું. તેઓ જિમને સતત સૅનિટાઇઝ કરી રહ્યા છે. હું મારું વૉર્મઅપ કરતી રહું છું, પણ હવે એમાં કેટલીક તકલીફો આવી રહી છે. પહેલાં હું એક કિલોમીટર પાંચ મિનિટમાં દોડી જતી હતી, પણ હવે એટલી જ રેસ પૂરી કરવા માટે મને સાત મિનિટ લાગી રહી છે. હું રોજેરોજ મારી પ્રૅક્ટિસ કરું છું અને પછી ઘરે જાઉં છું. પહેલાં અમે ટીમમાં પ્રૅક્ટિસ કરતા હતા અને એકબીજાને મોટીવેટ કરતા રહેતા હતા. જોકે હવે બધું મારે જાતે કરવું પડે છે અને મને એ નથી ગમી રહ્યું. પહેલી વાર જ્યારે દેશમાં લૉકડાઉન અમલમાં મૂકવામાં આવ્યો હતો ત્યારે હું ઑલિમ્પિક્સ માટે મારી પ્રૅક્ટિસ કરી રહી હતી. એ વખતે હું પટિયાલા ટુર્નામેન્ટમાં પાર્ટીસિપેટ કરવા ગઈ હતી, પણ એ રદ કરવામાં આવી હતી.’

અમને પ્રૅક્ટિસ કરવા માટે ગ્રાઉન્ડ પર જવા દેવામાં નહોતા આવતા અને રૂમમાં પુરાઈને રહેવું પડતું હતું. ખરું કહું તો શરૂઆતના દિવસો મારા માટે ઘણા જ અઘરા હતા. મને મારા ઘરમાં આવતા ત્રણ મહિના લાગશે. હું જ્યારે મારી જાતને એકદમ ફિટ સમજીશ ત્યારે મારી સ્પીડ પણ ધીમે-ધીમે પકડાશે. આશા છે કે જે સ્પીડ મેં ૨૦૧૯માં પકડી હતી એ જ સ્પીડથી હું ૨૦૨૧માં પણ ભાગી શકીશ.’

sports news sports