ઍડ્રિયા ટૂરની નિષ્ફળતા માટે જૉકોવિચના પિતાએ દિમિત્રોવને ગણાવ્યો જવાબદાર

26 June, 2020 04:45 PM IST  |  Sydney | Agencies

ઍડ્રિયા ટૂરની નિષ્ફળતા માટે જૉકોવિચના પિતાએ દિમિત્રોવને ગણાવ્યો જવાબદાર

નોવાક જૉકોવિચ

ઍડ્રિયા ટૂરમાં નોવાક જૉકોવિચ કોરોના-પૉઝિટિવ થતાં ટુર્નામેન્ટ અધવચ્ચેથી રદ કરવી પડી હતી. જૉકોવિચ ઉપરાંત તેની પત્ની પણ કોરોના-પૉઝિટિવ આવી છે. જૉકોવિચ કોરોના-પૉઝિટિવ થયા બાદ તેના પિતાએ બલ્ગેરિયન પ્લેયર ગ્રીગોર દિમીત્રોવને જવાબદાર ગણાવ્યો છે. જૉકોવિચ ઉપરાંત દિમિત્રોવ, બોર્ના કોરિક અને વિક્ટર ટ્રૌકી કોરોના-પૉઝિટિવ થયા હતા. જૉકોવિચના પિતાનું કહેવું છે કે દિમિત્રોવ બીમાર હોવા છતાં આ ટુર્નામેન્ટમાં રમવા આવ્યો હોવાથી અન્ય લોકોને તેનો ચેપ લાગ્યો.

જૉકોવિચના પિતા સર્જદાનનું કહેવું છે કે ‘આવું શા માટે થયું? દિમિત્રોવ આવ્યો ત્યારે થોડો બીમાર હતો. તેને ક્યાંથી આ ચેપ લાગ્યો હતો એની ખબર નથી. તેની અહીં તપાસ કરવામાં આવી નહોતી. તે બીજે કશેકથી ટેસ્ટ કરાવી આવ્યો હતો. મને નથી ખબર કે આ સાચું છે કે ખોટું. ક્રોએશિયા અને સર્બિયાને આ ઘણું મોટું નુકસાન થયું છે.’

થોડા સમય પહેલાં આ ટુર્નામેન્ટ રદ થવાને લીધે જૉકોવિચે લોકોની માફી પણ માગી હતી અને તેમને સુરક્ષિત રહેવાની સલાહ આપી હતી.

novak djokovic coronavirus covid19 tennis news