ડ્રૉમાં સમાવેશ છતાં નોવાક જૉકોવિચનું ઑસ્ટ્રેલિયન ઓપનમાં રમવું અનિશ્ચિત

14 January, 2022 01:43 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દેશમાં વધી રહેલા કોરોનાના પ્રકોપને લીધે સોમવારથી શરૂ થઈ રહેલી ઑસ્ટ્રેલિયન ઓપનમાં ૫૦ ટકા પ્રેક્ષકોને જ પ્રવેશ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે

નોવાક જૉકોવિસ

સોમવારથી શરૂ થવા જઈ રહેલી વર્ષની પ્રથમ ગ્રૅન્ડ સ્લૅમ ઑસ્ટ્રેલિયન ઓપન માટેનો ડ્રૉ પણ નિશ્ચિત સમયને બદલે ખૂબ જ મોડેથી યોજવામાં આવ્યો હતો. નોવાક જૉકોવિચના સમાવેશ અંગે અનિ‌શ્ચિતાને લીધે ડ્રો યોજવામાં મોડું થયું હતું. 
મોડેથી યોજાયેલા આ ડ્રોમાં તેનો પ્રથમ રાઉન્ડની ટક્કર તેના જ દેશના ખેલાડી સામે થવાની છે. જોકે ઑસ્ટ્રેલિયન સરકાર હજુ પણ જૉકોવિચને પાઠ ભણાવવા આતૂર હોવાથી તેનું રમવા અંગે હજુ પણ સસ્પેન્શ બની રહ્યું છે.
વિક્રમજનક ૨૧મા ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ માટે ઝઝૂમી રહેલા ૩૪ વર્ષના નોવાક જૉકોવિસ વૅક્સિનેશન-વિઝાના પ્રકરણને લીધે મુશ્કેલીમાં મુકાય ગયો છે. મેલબર્નની અદાલતે તેની એન્ટ્રી માન્ય ઠરાવીને વિઝા રદબાતલ કરવાના સરકારના પગલાંને ફગાવી દીધો હતો, પરંતુ ઇમિગ્રેશન મિનિસ્ટર ઍલેક્સ હૉક પોતાની અંગત સત્તાનો ઉપયોગ કરીને જૉકોવિચને દેશનિકાલ કરી શકે છે અને ઑસ્ટ્રેલિયામાં તેના ફરી આવવા પર ત્રણ વર્ષનો પ્રતિબંધ પણ આવી શકે છે. કોર્ટે તો જોકાચિવને બચાવી લીધો છે પણ જનહિતને ધ્યાનમાં રાખીને ઑસ્ટ્રેલિયન સરકાર દાખલો બેસાડવા જોકોવિચને પાછો ઘરભેગો કરવા અંગે ગંભીરતાપૂર્વક વિચાર કરી રહી છે. કદાચ આ જે આ બાબતે ફાઇનલ નિર્ણય લેવાય જશે. 

sports news novak djokovic