જૉકોવિચની કોઈ ભૂલ નહોતી : મેટિક

01 July, 2020 02:41 PM IST  |  Manchester | Agencies

જૉકોવિચની કોઈ ભૂલ નહોતી : મેટિક

નેમાન્જા મેટિક

નોવાક જૉકોવિચ, ગ્રિગોર દિમિત્રોવ, બોર્ના સોસોરીઝ અને વૉટર ટ્રોઇસ્કી જેવા પ્લેયર ઍડ્રિયા ટૂર દરમ્યાન કોરોનાગ્રસ્ત થયા હોવાને કારણે આ ટૂર રદ કરવામાં આવી હતી. ટૂર રદ થયા બાદ જૉકોવિચે લોકોની માફી પણ માગી હતી. તાજેતરમાં આ ઘટના માટે જૉકોવિચનો બચાવ કરતાં મૅન્ચેસ્ટર યુનાઇટેડના મિડફીલ્ડર નેમાન્જા મેટિકે કહ્યું કે ‘લોકોએ સમજવું પડશે કે અહીં કરતાં ત્યાં પરિસ્થિતિ વધારે સારી છે. એ દેશે લોકોને હરવા-ફરવાની મંજૂરી આપી દીધી છે અને સાથે શૉપિંગ સેન્ટર અને રેસ્ટોરાં પણ ખુલ્લાં મૂકી દીધાં છે.  તેમણે નૉર્મલ જીવન જીવવાનું શરૂ કરી દીધું છે, કારણ કે આપણે આપણો દેશ ત્રણ મહિના સુધી સંપૂર્ણપણે બંધ રાખ્યો હતો. તમે તમારી મરજીથી કશે હરી-ફરી નથી શકતા. તમારે ઘરમાં જ બંધ રહેવું પડે છે. મારે માત્ર એટલું કહેવું છે કે જૉકોવિચે કોઈ ભૂલ નથી કરી. માત્ર પ્લેયર્સ વચ્ચે સ્પર્ધા કરીને તે લોકોને મદદ કરવા માગતો હતો અને મને નથી લાગતું કે તેણે કશું ખોટું કર્યું હોય.’

novak djokovic tennis news sports news