કોરોનાની અસર નથી,ઑલિમ્પિક માટે સખત મહેનત કરી રહ્યા છીએ : મનપ્રીત ​સિંહ

22 March, 2020 02:07 PM IST  |  Mumbai Desk | Agencies

કોરોનાની અસર નથી,ઑલિમ્પિક માટે સખત મહેનત કરી રહ્યા છીએ : મનપ્રીત ​સિંહ

આખા વિશ્વમાં જ્યાં કોરોનાને કારણે અનેક સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ કૅન્સલ કરવામાં આવી રહી છે એવામાં ઇન્ડિયન મેન્સ અને વિમેન્સ હૉકી ટીમ ટોક્યો ઑલિમ્પિક માટે સખત મહેતન કરી રહી છે.  પ્લેયરો અને સપોર્ટ-સ્ટાફ બૅન્ગલોરમાં સ્પોર્ટ્‍સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (એસએઆઇ)ના કૅમ્પસમાં તમામ સુરક્ષાનાં સાધનો વચ્ચે પ્રૅક્ટિસ કરી રહ્યા છે. કોરોનાના ચેપને કારણે સુરક્ષાનાં પગલાં લેતાં અહીં કોઈ પણ અનધિકૃત વ્યક્તિને પ્રવેશ આપવામાં નથી આવી રહ્યો. આઇપીએલને ૧૫ એપ્રિલ સુધી લંબાવવામાં આવી હતી અને ત્યાર બાદ ટીમ દ્વારા જે કૅમ્પ ચલાવવામાં આવી રહ્યા હતા એ પણ કૅન્સલ કરવામાં આવ્યા હતા. જોકે હૉકી માટે હજી પણ પ્રૅક્ટિસ ચાલી રહી છે. આ વિશે પુરુષ હૉકી ટીમના કૅપ્ટન મનપ્રીત સિંહે કહ્યું કે ‘કોરોના વાઇરસને લીધે અમારા પ્રૅક્ટિસ-સેશનને અસર નથી પહોંચી. અમે નિયમિત હાથ ધોઈ રહ્યા છીએ અને મારું તાપમાન પણ વારંવાર તપાસવામાં ‍આવી રહ્યું છે. એસએઆઇના અધિકારીઓ પણ એ વાતની પૂરી કાળજી રાખી રહ્યા છે કે પ્લેયરો સુરક્ષિત વાતાવરણમાં પ્રૅક્ટિસ કરે. એસએસઆઇ અને અમારા કોચની દેખરેખમાં અમે ઑલિમ્પિક માટે સખત મહેનત કરી રહ્યા છીએ.’

coronavirus covid19 sports sports news winter olympics