19 August, 2025 07:02 AM IST | Bihar | Gujarati Mid-day Correspondent
બિહારના મુખ્ય પ્રધાન નીતીશકુમાર અને બે વખતના ઑલિમ્પિક્સ મેડલ વિજેતા ભૂતપૂર્વ ગોલકીપર પી. આર. શ્રીજેશની હાજરીમાં ટુર્નામેન્ટની ટ્રોફી
બિહારના રાજગીરમાં ૨૭ ઑગસ્ટથી ૭ સપ્ટેમ્બર દરમ્યાન મેન્સ હૉકી એશિયા કપ 2025 યોજાશે. ગઈ કાલે બિહારના મુખ્ય પ્રધાન નીતીશકુમાર અને બે વખતના ઑલિમ્પિક્સ મેડલ વિજેતા ભૂતપૂર્વ ગોલકીપર પી. આર. શ્રીજેશની હાજરીમાં ટુર્નામેન્ટની ટ્રોફી અને મૅસ્કૉટ ચાંદનું ઑફિશ્યલ અનાવરણ કરવામાં આવ્યું હતું. એની સાથે ગ્રૅન્ડ ટ્રોફી યાત્રાને પણ ઔપચારિક રીતે લીલી ઝંડી આપવામાં આવી હતી.