News In Shorts:સિંધુ, શ્રીકાંત જર્મન ઓપનના બીજા રાઉન્ડમાં પહોંચ્યા

09 March, 2022 02:23 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતનાં પી. વી. સિંધુ અને કિદામ્બી શ્રીકાંત જર્મન ઓપનમાં પ્રથમ રાઉન્ડની પોતપોતાની મૅચ જીતીને બીજા રાઉન્ડમાં પહોંચ્યાં છે.

પી.વી. સિંધુ

પોઇસર જિમખાનામાં રસાકસીભર્યો ઉત્તર મુંબઈ ક્રીડાંગણ મહોત્સવ યોજાયો

તાજેતરમાં અફઘાનિસ્તાનના હેડ કોચનો હોદ્દો છોડી દેનાર સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ ઑલરાઉન્ડરે ઝિમ્બાબ્વેની સિનિયર નૅશનલ ટીમના બૅટિંગ-કોચ બનવાની ઑફર ફરી સ્વીકારી છે. ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર લાલચંદ રાજપૂત ઝિમ્બાબ્વેની ટીમના હેડ-કોચ છે. ૫૦ વર્ષનો ક્લુઝનર અગાઉ ૨૦૧૬થી ૨૦૧૮ સુધી ઝિમ્બાબ્વેનો બૅટિંગ-કોચ હતો.

ઝ્‍વેરેવ ફરી ગેરવર્તન કરશે તો બૅન મુકાશે
ટોક્યો ઑલિમ્પિક્સના ગોલ્ડ મેડલિસ્ટ જર્મન ટેનિસ પ્લેયર ઍલેક્ઝાન્ડ ઝ્‍વેરેવે તાજેતરમાં મેક્સિકો ઓપનમાં ડબલ્સની મૅચના પરાજય બાદ લાઇન અમ્પાયરની ચૅરને વારંવાર પોતાનું રૅકેટ ફટકાર્યું અને તેમને ગાળ આપી એ બદલ ઝ્‍‍વેરેવને એટીપી (અસોસિએશન ઑફ ટેનિસ પ્રોફેશનલ્સ)ના સત્તાવાળાઓએ એક વર્ષ માટે પ્રોબેશન પર રાખ્યો છે. આ એક વર્ષ દરમ્યાન જો ઝ્‍વેરેવ મૅચ દરમ્યાન કોઈ અધિકારીને કે હરીફ ખેલાડીને કે પ્રેક્ષકને કે અન્ય કોઈ પણ વ્યક્તિને ગાળ આપશે કે તેના પર હુમલો કરશે તો તેને આઠ અઠવાડિયાં સુધી એટીપીની કોઈ પણ ઇવેન્ટમાં રમવાની મનાઈ કરવામાં આવશે અને ૨૫,૦૦૦ ડૉલરનો દંડ પણ કરવામાં આવશે.

સિંધુ, શ્રીકાંત જર્મન ઓપનના બીજા રાઉન્ડમાં પહોંચ્યા
ભારતનાં પી. વી. સિંધુ અને કિદામ્બી શ્રીકાંત જર્મન ઓપનમાં પ્રથમ રાઉન્ડની પોતપોતાની મૅચ જીતીને બીજા રાઉન્ડમાં પહોંચ્યાં છે. સિંધુએ થાઇલૅન્ડની બુસેનન ઑન્ગ્બામ્રુંગફાનને ૨૧-૮, ૨૧-૭થી હરાવી હતી. શ્રીકાંતે ફ્રાન્સના બ્રાઇસ લેવર્ડેઝને ૨૧-૧૦, ૧૩-૨૧, ૨૧-૭થી પરાજિત કર્યો હતો.

ભારતમાં જર્મન હૉકી ટીમમાં કોરોના ઃ મૅચ મોકૂફ

પ્રો લીગ હૉકી સ્પર્ધા રમવા ભારતના પ્રવાસે આવેલી જર્મનીના પુરુષોની ટીમમાં કોરોનાનો કેર વ્યાપી જતાં આ અઠવાડિયે ભારત સામે રમાનારી બે મૅચ મુલતવી રાખવામાં આવી છે. જર્મનીની મહિલા હૉકી ટીમ પણ ભારત આવી છે અને તેઓ ભુવનેશ્વરમાં પહેલી વાર રમવા માટે ખૂબ ઉત્સુક છે.

ગાવસકરે વૉર્ન પરની કમેન્ટ બદલ ખેદ વ્યક્ત કર્યો

‘શેન વૉર્ન સ્પિનનો જાદુગર કહેવાય, પણ ગ્રેટેસ્ટ ઑફ ઑલ ટાઇમ સ્પિનર ન કહેવાય’ એવું સોમવારે કહેવા બદલ સુનીલ ગાવસકરે માફી માગી લીધી છે. સનીએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે ‘ખરું કહું તો ટીવીના કાર્યક્રમમાં મને શેન વૉર્નની અન્ય સ્પિનરો સાથેની સરખામણીને લગતો સવાલ નહોતો પુછાવો જોઈતો હતો અને મારે વૉર્ન સાથેની તુલનાને લગતો કોઈ જવાબ જ નહોતો આપવો જોઈતો. મેં ખોટા સમયે કમેન્ટ કરી હતી.’
ગાવસકરે સોમવારે એવું પણ જણાવ્યું હતું કે શેન વૉર્નથી તો ભારતીય સ્પિનરો અને મુરલીધરન ચડિયાતા કહેવાય.

sports news