News in shorts: સચિનના ફૅન સુધીરની પોલીસે ‘મારપીટ’ કરી

22 January, 2022 10:14 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પટનાથી મળતા આઇ.એ.એન.એસ.ના અહેવાલ મુજબ સચિન તેન્ડુલકરના ડાઇ-હાર્ડ ફૅન તરીકે જાણીતા સુધીર ચૌધરીની મુઝફ્ફરપુરના પોલીસ સ્ટેશનમાં પોલીસ અધિકારીએ મારપીટ કરી હોવાનું મનાય છે.

મિડ-ડે લોગો

પટનાથી મળતા આઇ.એ.એન.એસ.ના અહેવાલ મુજબ સચિન તેન્ડુલકરના ડાઇ-હાર્ડ ફૅન તરીકે જાણીતા સુધીર ચૌધરીની મુઝફ્ફરપુરના પોલીસ સ્ટેશનમાં પોલીસ અધિકારીએ મારપીટ કરી હોવાનું મનાય છે. સુધીરે કહ્યું હતું કે ‘મારા ભાઈને લૉક-અપમાં બંધ કર્યો હોવાની જાણ થતાં હું પોલીસ-સ્ટેશન ગયો હતો અને લૉક-અપમાં ઊભેલા મારા ભાઈ સાથે વાતચીત કરી રહ્યો હતો ત્યારે ડ્યુટી પરના એક અધિકારીએ મને ગાળ આપી હતી અને મને માર માર્યો હતો. મેં તેના ઉપરીને ફરિયાદ કરી છે જેઓ તપાસ કરશે.’

ટી૨૦ વર્લ્ડ કપમાં ભારતની પ્રથમ મૅચ પાકિસ્તાન સામે

આગામી ઑક્ટોબર-નવેમ્બરમાં ઑસ્ટ્રેલિયામાં જે ટી૨૦ વર્લ્ડ કપ રમાવાનો છે એમાં ૨૩ ઑક્ટોબરે ભારતની પ્રથમ મૅચ કટ્ટર હરીફ પાકિસ્તાન સામે મેલબર્નમાં રમાશે. તાજેતરના યુએઈના ટી૨૦ વર્લ્ડ કપમાં ભારત પહેલી વાર વિશ્વ કપમાં પાકિસ્તાન સામે હાર્યું હતું. સાઉથ આફ્રિકા અને બંગલાદેશ પણ ભારતના ગ્રુપમાં છે. આ વર્લ્ડ કપમાં ક્વૉલિફાઇંગ રાઉન્ડ પછીની સુપર-12માં પ્રથમ મૅચમાં ઑસ્ટ્રેલિયા અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચે મુકાબલો થશે.

મુંબઈની મહિલા ફુટબૉલમાં ઑસ્ટ્રેલિયા ૧૮-૦થી જીત્યું

મુંબઈમાં ગઈ કાલે મહિલાઓની એશિયન ફુટબૉલ સ્પર્ધાની મૅચમાં ઑસ્ટ્રેલિયાએ ઇન્ડોનેશિયાની નબળી ટીમ સામે ૧૮-૦થી વિજય મેળવ્યો હતો. કૅપ્ટન સૅમ કેરે પાંચ ગોલ કર્યા હતા. સ્પર્ધાની પ્રથમ હૅટ-ટ્રિક તેના નામે લખાઈ હતી. નવી મુંબઈની મૅચમાં થાઇલૅન્ડની ગોલકીપરની ભૂલને કારણે ફિલિપીન્સને ૧-૦થી જીતવા મળી ગયું હતું.

બૅન્ગલોરમાં મેન્સ અને વિમેન્સ હૉકી ટીમના ૩૧ પ્લેયરો કોવિડ-પૉઝિટિવ

બૅન્ગલોરમાં નૅશનલ સેન્ટર ખાતેની સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયામાં કુલ ૩૩ જણને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો છે અને એમાં ભારતની મેન્સ સિનિયર હૉકી ટીમના ૧૬ પ્લેયરોનો તથા જુનિયર મહિલા હૉકી ટીમની ૧૫ પ્લેયરોનો સમાવેશ છે. આ હાઈ-પ્રોફાઇલ સેન્ટરમાં કુલ ૧૨૮ જણનની કોવિડ-ટેસ્ટ કરાઈ હતી, જેમાંના મોટા ભાગના અસિમ્પ્ટોમેટિક છે. તમામને આઇસોલેટ કરાયા છે.
સાઉથ આફ્રિકામાં એફઆઇએચ પ્રો લીગ રમાવાની છે અને ૧૬ હૉકી પ્લેયરો કોચના કોચિંગ હેઠળ પ્રૅક્ટિસ કરી રહ્યા હતા. આ તમામને કોરોના થયો છે. જુનિયર હૉકી ટીમની જે ખેલાડીઓને કોરોના થયો છે તેઓ એપ્રિલના વર્લ્ડ કપ માટે પ્રૅક્ટિસ કરી રહી હતી. ભારતની સિનિયર હૉકી ટીમની એક પ્લેયરનો પણ  રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે.

જોરદાર જપાન

ગુરુવારે પુણેમાં મહિલાઓની એશિયન કપ ફુટબૉલ સ્પર્ધામાં જપાન (બ્લુ ડ્રેસ) અને મ્યાનમાર (વાઇટ ડ્રેસ) વચ્ચેની મૅચમાં જોરદાર રસાકસી થઈ હતી. જપાને મ્યાનમારને ૫-૦થી હરાવ્યું હતું. આ સ્પર્ધાની મૅચો અંધેરી સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સમાં તેમ જ નવી મુંબઈના ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં પણ રમાય છે. ગુરુવારે ભારત અને ઈરાન વચ્ચેની મૅચ ૦-૦થી ડ્રૉ રહી હતી.  એ.પી.

એક વાક્યના સમાચાર

ભૂતપૂર્વ ઑફ-સ્પિનર હરભજન સિંહ કોરોનાગ્રસ્ત થયો છે. તેનો કોવિડ-રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે અને તે હોમ-ક્વૉરન્ટીન છે. તેણે છેલ્લા થોડા દિવસો દરમ્યાન પોતાના સંપર્કમાં આવેલી વ્યક્તિઓને તબીબી ચેક-અપ કરાવવાની વિનંતી કરી છે. ભજ્જીએ ગયા મહિને રિટાયરમેન્ટ જાહેર કર્યું હતું.

sports news