News In Shorts: મનિકા બત્રા ભારત માટે ઇતિહાસ ન સર્જી શકી

29 November, 2021 04:11 PM IST  |  mumbai | Gujarati Mid-day Correspondent

રમગમત ક્ષેત્રના તમામ સમાચાર વાંચો એક ક્લિકમાં

મનિકા બત્રા

મનિકા બત્રા ભારત માટે ઇતિહાસ ન સર્જી શકી

ભારતની સ્ટાર ટેબલ ટેનિસ ખેલાડી મનિકા બત્રા ગઈ કાલે અમેરિકાના હ્યુસ્ટનમાં વર્લ્ડ ટેબલ ટેનિસ ચૅમ્પિયનશિપ્સમાં મિક્સ્ડ-ડબલ્સ અને મહિલા ડબલ્સની ક્વૉર્ટર ફાઇનલમાં હારી જતાં મેડલ નહોતી જીતી શકી અને એ સાથે તે ભારત માટે ટેબલ ટેનિસમાં નવો ઇતિહાસ સર્જવામાં નિષ્ફળ રહી હતી. મિક્સ્ડ-ડબલ્સમાં મનિકા અને જી. સાથિયાનની જોડી જપાનનાં તોમાકાઝુ હૅરિમોટો અને હિના હયાતા સામે ૧-૩ (૫-૧૧, ૨-૧૧, ૧૧-૭, ૯-૧૧)થી હારી ગઈ હતી. ત્યાર પછી મનિકાને મેડલ જીતવાનો બીજો મોકો પણ હતો, પણ તે અને અર્ચના કામતની જોડી ડબલ્સની ક્વૉર્ટરમાં લક્ઝમ્બર્ગની સારા ડી નટ્ટી અને ની શીઆ લિઆન સામે ૦-૩ (૧-૧૧, ૬-૧૧, ૮-૧૧)થી પરાજિત થઈ હતી.

સ્કવૉશમાં સૌરવ ઘોષાલ મલેશિયન ઓપન જીત્યો

ભારતનો ટોચનો સ્ક્વૉશ પ્લેયર સૌરવ ઘોષાલ ક્વાલા લમ્પુરમાં મલેશિયન ઓપન ટુર્નામેન્ટમાં ચૅમ્પિયન થયો છે. તેણે નિર્ણાયક મુકાબલામાં ટૉપ-સીડેડ મિગ્વેલ રૉડ્રિગ્ઝને પંચાવન મિનિટમાં ૧૧-૭, ૧૧-૮, ૧૩-૧૧થી પરાજિત કર્યો હતો.સ્કવૉશમાં સૌરવ ઘોષાલ મલેશિયન ઓપન જીત્યો

પૅટ કમિન્સને ગુપ્ત વાતો શૅર કરવાનું કહેવાયું હતું

ઑસ્ટ્રેલિયાના ૪૭મા ટેસ્ટ-સુકાની બનેલા અને દેશ વતી આ બહુમાન મેળવનાર પ્રથમ ફાસ્ટ બોલર પૅટ કમિન્સે જાહેર કર્યું છે કે તેને ઇંગ્લૅન્ડ સામેની આગામી ઍશિઝ માટેની કૅપ્ટન્સી સોંપતાં પહેલાં સિલેક્શન કમિટીએ તેને પૂછ્યું હતું કે ‘તમારી કોઈ પણ સીક્રેટ વાતો હોય તો એ તમે અમને શૅર કરો.’ ટિમ પેઇનનો ચાર વર્ષ પહેલાં એક મહિલાને અશ્લીલ ટેક્સ્ટ મેસેજિસ મોકલવાનો કિસ્સો તાજેતરમાં ફરી ચગ્યો જેને પગલે ખુદ પેઇને જ ફરી કૅપ્ટન્સી સ્વીકારવાની ના પાડી દીધી હતી.

બંગલાદેશ લીડ લીધા પછી પાકિસ્તાન સામે મુશ્કેલીમાં

પ્રથમ ટેસ્ટમાં બંગલાદેશના પ્રથમ દાવના ૩૩૦ રન બાદ પાકિસ્તાને ગઈ કાલે ત્રીજા દિવસે ૨૮૬ રન બનાવતાં બંગલાદેશે ૪૪ રનની લીડ લીધી હતી, પરંતુ પછીથી અેણે ૩૯ રનમાં ૪ વિકેટ ગુમાવી દેતાં અે માત્ર ૮૩ રનથી આગળ છે અને પાકિસ્તાન જીતી શકે.

sports news cricket news