News in short: આફ્રિકા કપ પહેલાં બે આફ્રિકન ફુટબોલરો થયા કોરોનાગ્રસ્ત

08 January, 2022 04:54 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ફુટબૉલ-જગતના જાણીતા આફ્રિકન દેશ કૅમેરુનમાં આવતી કાલે આફ્રિકા કપ ઑફ નેશન્સ નામની પ્રચલિત ફુટબૉલ સ્પર્ધા શરૂ થઈ રહી છે

આફ્રિકા કપ પહેલાં બે આફ્રિકન ફુટબોલરો થયા કોરોનાગ્રસ્ત

ફુટબૉલ-જગતના જાણીતા આફ્રિકન દેશ કૅમેરુનમાં આવતી કાલે આફ્રિકા કપ ઑફ નેશન્સ નામની પ્રચલિત ફુટબૉલ સ્પર્ધા શરૂ થઈ રહી છે અને એ પહેલાં જ બે ફુટબોલરો કોરોનાગ્રસ્ત થયા છે. એમાં ટ્યુનિશિયાના હેનિબલ મેજબ્રી (ડાબે) અને ગૅબનના પિયેર-એમરિક ઑબામેયાન્ગ (જમણે)નો સમાવેશ છે. બન્નેના કોવિડ-રિપોર્ટ પૉઝિટિવ આવ્યા છે. તેઓ પોતાના દેશની શરૂઆતની થોડી મૅચો ગુમાવશે.

ડેઝમન્ડ હેઇન્સ વેસ્ટ ઇન્ડીઝના નવા ચીફ સિલેક્ટર બન્યો

મહાન ઓપનિંગ બૅટર ડેઝમન્ડ હેઇન્સ વેસ્ટ ઇન્ડીઝની નૅશનલ ક્રિકેટ ટીમના નવા ચીફ સિલેક્ટર બન્યા છે. ૬૫ વર્ષના હેઇન્સે રૉજર હાર્પરનું સ્થાન લીધું છે અને તેઓ જૂન ૨૦૨૪ સુધી આ હોદ્દા પર રહેશે. આ અઢી વર્ષમાં ટી૨૦ના બે અને વન-ડેનો એક વર્લ્ડ કપ રમાશે. એટલું જ નહીં, વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલ પણ આ જ અરસામાં રમાશે. વેસ્ટ ઇન્ડીઝની ક્રિકેટમાં મહત્ત્વની ભૂમિકા ભજવવાનું હંમેશાં કહેતા હેઇન્સે ૧૯૭૮થી ૧૯૯૪ દરમ્યાન ૧૧૬ ટેસ્ટમાં ૭૪૮૭ રન અને ૨૩૮ વન-ડેમાં ૮૬૪૮ રન બનાવ્યા હતા.

એમસીએની ૧૫ સ્ટાફ મેમ્બરોને કોવિડ : ઑફિસ ત્રણ દિવસ બંધ

મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમમાં આવેલા મુંબઈ ક્રિકેટ અસોસિએશન (એમસીએ)ની ઑફિસના ૧૫ સ્ટાફ-મેમ્બરોના કોવિડ-રિપોર્ટ પૉઝિટિવ આવતાં આ ઑફિસ ત્રણ દિવસ બંધ રાખવામાં આવી છે. ગયા શનિવારે એમસીએના મોવડીઓએ મુંબઈમાં કોવિડ-કેસ વધતાં તમામ સ્થાનિક ક્રિકેટ ટુર્નામેન્ટ્સ મુલતવી રાખી હતી.

બોપન્ના અને રામકુમાર પહોંચ્યા સેમી ફાઇનલમાં

ઍડીલેડમાં રમાતી એટીપી ઇન્ટરનૅશનલ ટેનિસ ટુર્નામેન્ટમાં ગુરુવારે ભારતના રોહન બોપન્ના અને રામકુમાર રામનાથનની જોડી ડબલ્સની સેમી ફાઇનલમાં પહોંચી ગઈ હતી. તેમણે ક્વૉર્ટર ફાઇનલમાં ફ્રાન્સ અને મોનેગેસ્કના બેન્જામિન બૉન્ઝી અને હ્યુગો નીસને ૬-૧, ૬-૩થી હરાવ્યા હતા. ભારતની 
કદાચ આ જ જોડી માર્ચમાં ડેન્માર્ક સામેના ડેવિસ કપ મુકાબલામાં પણ જોડીમાં રમશે.

sports news cricket news