News in short: સિંધુ સેમી ફાઇનલમાંઃ શ્રીકાંત પણ જીત્યો

20 November, 2021 08:26 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બાલી ખાતેની ઇન્ડોનેશિયા માસ્ટર્સ સુપર-750 બૅડ્મિન્ટન ટુર્નામેન્ટમાં ગઈ કાલે ભારતની વર્લ્ડ ચૅમ્પિયન પી. વી. સિંધુ તથા કિદામ્બી શ્રીકાંત પોતપોતાના વર્ગની ક્વૉર્ટર ફાઇનલ જીતીને સેમી ફાઇનલમાં પહોંચી ગયાં હતાં.

ફાઇલ ફોટો

બાલી ખાતેની ઇન્ડોનેશિયા માસ્ટર્સ સુપર-750 બૅડ્મિન્ટન ટુર્નામેન્ટમાં ગઈ કાલે ભારતની વર્લ્ડ ચૅમ્પિયન પી. વી. સિંધુ તથા કિદામ્બી શ્રીકાંત પોતપોતાના વર્ગની ક્વૉર્ટર ફાઇનલ જીતીને સેમી ફાઇનલમાં પહોંચી ગયાં હતાં. સિંધુએ ટર્કીની નેસ્લીહન યિજિટને માત્ર ૩૫ મિનિટમાં ૨૧-૧૩, ૨૧-૧૦થી હરાવી હતી, જ્યારે ભૂતપૂર્વ વર્લ્ડ નંબર વન શ્રીકાંતે ભારતના જ એસ. એસ. પ્રણોયને ૨૧-૭, ૨૧-૧૮થી હરાવીને સેમીમાં પ્રવેશ મેળવ્યો હતો. પ્રણોયે પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં ટોક્યો ઑલિમ્પિક્સ ચૅમ્પિયન વિક્ટર ઍક્સલસેનને પરાજિત કર્યો હતો.

રાશિદ અને ગૌતમ અન્ડર-૧૯ ‘એ’ તથા ‘બી’ ટીમના કૅપ્ટન

કલકત્તામાં ૨૮ નવેમ્બરે બંગલા દેશના સમાવેશ સાથે શરૂ થનારી ટ્રાય-સિરીઝ માટે ગઈ કાલે ભારતની અન્ડર-19 ‘એ’ તથા અન્ડર-19 ‘બી’ ટીમની જાહેરાત કરવામાં આવી હતી. નવયુવાન ખેલાડીઓની આ બે ટીમનું સુકાન અનુક્રમે એસ. કે. રાશિદ અને અનીશ્વર ગૌતમને સોંપાયું છે.
અન્ડર-19 ‘એ’ : એસ. કે. રાશિદ (કૅપ્ટન), યશ ધુલ (વાઇસ-કૅપ્ટન), હર્નુર સિંહ, અંગક્રિશ રઘુવંશી, સિદ્ધાર્થ યાદવ, દિનેશ બાના, એસ. રોહિલા (વિકેટકીપર), રાજ અંગદ બાવા, ગર્વ સંગવાન, આર. એસ. હંગાર્ગેકર, માનવ પરખ, વિવેક કુમાર, અમ્રિતરાજ ઉપાધ્યાય, નિશાંત સિંધુ અને આર્યન દલાલ.
અન્ડર-19 “બી’ : અનીશ્વર ગૌતમ (કૅપ્ટન), પી. એમ. સિંહ રાઠોર (વાઇસ-કૅપ્ટન), મોહમ્મદ ફૈઝ, આર. વિમલ કુમાર, અંશ ગોસાઈ, ઉદય સહારન, કે. એસ. તામ્બે, આરાધ્ય યાદવ (વિકેટકીપર), વાસુ વત્સ, ધનુષ ગોવડા, આયુશ સિંહ ઠાકુર, શાસ્વત દંગવાલ, શશાંક એમ. વિકી ઓસ્તવાલ અને શૉન રૉજર.

એશિયન આર્ચરીમાં સાત મેડલ જીત્યા ભારતીયો

ઢાકાની એશિયન આર્ચરી ચૅમ્પિયનશિપમાં ગઈ કાલે ભારતના પુરુષો ફરી એક વાર રિકર્વ કૅટેગરીમાં કોરિયનો સામે નબળા પુરવાર થયા અને ગોલ્ડ મેડલને બદલે સિલ્વર મેડલથી તેમણે સંતોષ માનવો પડ્યો. ભારતીયો આ સ્પર્ધામાં માત્ર એક ગોલ્ડ, બે સિલ્વર અને ચાર બ્રૉન્ઝ મેડલ જીત્યા છે. પુરુષોની રિકર્વ કૅટેગરીમાં ભારતીયો છેલ્લે ૨૦૦૭માં ગોલ્ડ મેડલ જીત્યા હતા.

sports news pv sindhu