જ્યૉર્જ ફ્લૉઈડના નિધન પર કોકો ગૌફે કર્યો સવાલ... શું હવે મારો વારો છે?

31 May, 2020 03:04 PM IST  |  New York | Agencies

જ્યૉર્જ ફ્લૉઈડના નિધન પર કોકો ગૌફે કર્યો સવાલ... શું હવે મારો વારો છે?

કોકો ગૌફ

આફ્રિકન-અમેરિકનને લઈને છેલ્લા લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. તાજેતરમાં આફ્રિકન અમેરિકન જ્યૉર્જ ફ્લૉઇડના નામના ૪૬ વર્ષના એક વ્યક્તિની પોલીસ-કસ્ટડીમાં હત્યા કરવામાં આવી હતી જેને લીધે રંગભેદનો વિવાદ ફરી વણસ્યો છે. ગોરા પોલીસ અધિકારી ડેરેક ચુવિનના હાથે આ હત્યા થતાં લોકોમાં આક્રોશ ફૂટ્યો છે અને ટેનિસ પ્લેયર કોકો ગૌફ પણ આ આક્રોશ વ્યક્ત કરવામાં સામેલ થઈ હતી. ડેરેકની ધરપકડ કરી લેવામાં આવી છે. શુક્રવારે કોકોએ પોતાનો એક વિડિયો સોશ્યલ મીડિયામાં અપલોડ કર્યો હતો. ટિકટૉક વિડિયોને ટ્વિટર પર અપલોડ કરી કોકોએ કહ્યું કે ‘મેં હંમેશાં મારા આ પ્લૅટફૉર્મનો ઉપયોગ સમાજ અને વિશ્વની ભલાઈ માટે કર્યો છે. જાતિવાદ વિરુદ્ધ હું મારો અવાજ ઉઠાવું છું.’

કોકોના આ વિડિયોમાં ‘શું હવે મારો વારો છે’ એવું લખેલું સતત ફ્લૅશ થઈ રહ્યું છે અને એ નામથી જ વિડિયો પણ વાઇરલ થઈ રહ્યો છે.

tennis news sports news