જૉકોવિચની એટીપી રૅન્કિંગ્સમાં નંબર વન બની રહેવાના મુદ્દે ફેડરરને પછડાટ

09 March, 2021 11:20 AM IST  |  New Delhi

જૉકોવિચની એટીપી રૅન્કિંગ્સમાં નંબર વન બની રહેવાના મુદ્દે ફેડરરને પછડાટ

નોવાક જૉકોવિચ

ટેનિસ જગતના નંબર-વન ખેલાડી નોવાક જૉકોવિચે એટીપી રૅન્કિંગ્સમાં સૌથી લાંબા સમય સુધી નંબર-વન પર બની રહેવાનો રેકૉર્ડ પોતાના નામે કર્યો છે. નવમું ઑસ્ટ્રેલિયન ઓપન અને ૧૮મું ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ જીતનારા જૉકોવિચે એટીપી રૅન્કિંગ્સમાં ૩૧૧ અઠવાડિયાં સુધી અવ્વલ નંબરે રહી રોજર ફેડરરને પાછળ મૂકી દીધો હતો, જે ૩૧૦ અઠવાડિયાં સુધી એટીપી રૅન્કિંગ્સમાં નંબર-વન રહ્યો હતો.

પોતે આ રેકૉર્ડ બનાવ્યા બાદ જૉકોવિચે કહ્યું કે ‘દિગ્ગજોના માર્ગે આગળ વધવામાં આ ઉપલબ્ધિ ઘણી મદદરૂપ થાય છે, એ ઘણી સારી વાત છે. મારા બા‍ળપણનું સપનું આ ઉપલબ્ધિઓ દ્વારા પૂરું થઈ રહ્યું છે. આ સફળતા એ વાતની પણ સાબિતી આપે છે કે જો તમે ધગશ અને ઝનૂન સાથે આગળ વધો તો દરેક અસંભવ લાગતી વાત સંભવ થાય છે.’

જૉકોવિચ પહેલી વાર ૨૦૧૧ જુલાઈમાં આ રૅન્કિંગ્સમાં પ્રથમ ક્રમાંકે પહોંચ્યો હતો, જેના બાદ પાંચ અલગ-અલગ સમયે આ રૅન્કિંગ્સમાં તે પહેલા ક્રમે પહોંચ્યો હતો.

tennis news novak djokovic roger federer