એનબીએ સ્ટાર કેવિન ડુરાન્ટનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો

19 March, 2020 04:46 PM IST  |  Mumbai Desk | IANS

એનબીએ સ્ટાર કેવિન ડુરાન્ટનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો

કેવિન ડરાન્ટ

એનબીએનો સ્ટાર પ્લેયર કેવિન ડુરાન્ટ કોરોનાગ્રસ્ત હોવાના સમાચાર આવ્યા છે. બ્રુકલીન નેસ્ટના ચાર બાસ્કેટરબૉલ પ્લેયરોમાં તેનું નામ સામેલ થઈ ગયું છે. આ ચાર પ્લેયરોમાંથી એક એનઈટી પ્લેયરમાં એનાં લક્ષણ જોવા મળ્યાં છે, જ્યારે બાકીના ત્રણ પ્લેયરમાં લક્ષણ જોવા નથી મળ્યાં. જોકે ચારેય પ્લેયરોને હાલમાં આઇસોલેશન હેઠળ રાખવામાં આવ્યા છે. ડુરાન્ટે પોતાની વેબસાઇટ પર કહ્યું કે ‘દરેકને સારસંભાળ રાખવાની અને ક્વૉરેન્ટીન કરવાની જરૂરત છે. આપણને આમાંથી પસાર થવું પડે એમ છે.’

basketball washington sports sports news