આઇપીએલ સ્ટાઇલમાં આવી રહી છે ચેસની ગ્લોબલ લીગ

25 February, 2021 12:16 PM IST  |  Mumbai

આઇપીએલ સ્ટાઇલમાં આવી રહી છે ચેસની ગ્લોબલ લીગ

તસવીર સૌજન્ય - જાગરણ

ઇન્ડિયન પ્રીમિયર લીગની જબરદસ્ત સફળતા બાદ દેશમાં કબડ્ડી, ફુટબૉલ અને બૅડ્મિન્ટન લીગ માટે દરવાજા ખૂલી ગયા હતા. હવે ચેસની ગ્લોબલ લીગની તૈયારી શરૂ થઈ ગઈ છે. આ જ વર્ષે પ્રથમ સીઝન યોજાવાની છે અને ટેક મહિન્દ્ર કંપની મુખ્ય આયોજક છે. પાંચ વખતના વર્લ્ડ ચૅમ્પિયન વિશ્વનાથન આનંદને આ લીગના ઍડ્વાઇઝર અને મેન્ટોર બનાવવામાં આવ્યા છે.

આ ગ્લોબલ ચેસ ચૅમ્પિયન ફિઝિકલ ફૉર્મેટમાં થશે એટલે કે અમુક મૅચો ડિજિટલી રમાશે અને અમુક મૅચો ખેલાડીઓની ફિઝિકલ હાજરીમાં રમાશે.

આનંદે કહ્યું હતું કે આ લીગમાં દરેક ટીમમાં પુરુષ, મહિલા અને જુનિયર ખેલાડીનો સમાવેશ હશે. હું પોતે પણ આ લીગમાં રમી શકીશ. જોકે હજી ફાઇનલ ફૉર્મેટ તૈયાર થઈ રહ્યું છે અને એના માટે દુનિયાભરના દિગ્ગજો સાથે વાતચીત થઈ રહી છે.

sports news sports chess