નોએડાની મોટરસાઇકલ ઇવેન્ટ માટે ટિકિટનો ભાવ ` ૮૦૦થી ` ૪૦,૦૦૦

24 June, 2023 12:08 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

યોગીએ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોને સંબોધતાં કહ્યું કે ‘MotoGP વિશ્વની સૌથી મોટી, સૌથી ઝડપી અને સૌથી જૂની બાઇક રેસિંગ કૉમ્પિટિશન છે અને ભારતમાં એનું પહેલી વાર આયોજન થશે એ મોટા ગૌરવની વાત છે.’

યોગી આદિત્યનાથને ગઈ કાલે ઇટલીના વિખ્યાત બાઇક-રાઇડર એનીઆ બૅસ્ટિઆનિનીની હેલ્મેટ ભેટ આપવામાં આવી હતી.

ઉત્તર પ્રદેશના ગ્રેટર નોએડામાં આગામી સપ્ટેમ્બરમાં MotoGP Bharat નામની સૌપ્રથમ મોટરસ્પોર્ટ ઇવેન્ટ માટેની ટિકિટનો ભાવ ૮૦૦ રૂપિયાથી માંડીને ૪૦,૦૦૦ રૂપિયા નક્કી થયો છે. 
મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ગઈ કાલે બુદ્ધ ઇન્ટરનૅશનલ સર્કિટમાં યોજાનારી આ ટૂ-વ્હીલ રેસિંગ કૉમ્પિટિશન માટેની ટિકિટની વેચાણ-વ્યવસ્થાનું અનાવરણ કર્યું હતું. 
યોગીએ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોને સંબોધતાં કહ્યું કે ‘MotoGP વિશ્વની સૌથી મોટી, સૌથી ઝડપી અને સૌથી જૂની બાઇક રેસિંગ કૉમ્પિટિશન છે અને ભારતમાં એનું પહેલી વાર આયોજન થશે એ મોટા ગૌરવની વાત છે.’
MotoGP Bharat ભારતમાં યોજાઈ ચૂકેલી ફૉર્મ્યુલા-વન ઇન્ડિયન ગ્રાં પ્રિ પછીની સૌથી મોટી મોટરસ્પોર્ટ ઇવેન્ટ છે. આ ઇવેન્ટની ટિકિટોનું વેચાણ ગઈ કાલે BookMyShow પર શરૂ થયું છે.

motor sports uttar pradesh yogi adityanath noida sports sports news