ફુટબૉલ વર્લ્ડ કપના નૉકઆઉટ સ્ટેજમાં પહોંચનારી પહેલી ટીમ બની મેક્સિકો

20 June, 2026 09:23 PM IST  |  Mexico | Gujarati Mid-day Correspondent

ફુટબૉલ વર્લ્ડ કપમાં ગઈ કાલે યજમાન મેક્સિકોએ સાઉથ કોરિયા સામેની રસપ્રદ મૅચમાં ૧-૦થી જીત નોંધાવી હતી. સતત બે જીત અને ૬ પૉઇન્ટ સાથે ગ્રુપ Aની મેક્સિકો ટીમ નૉકઆઉટ સ્ટેજ એટલે કે રાઉન્ડ ઑફ ૩૨માં પહોંચનારી પહેલી ટીમ બની છે. 

સાઉથ કોરિયા સામેની જીતની ઉજવણી કરતા મેક્સિકોના પ્લેયર્સ.

ફુટબૉલ વર્લ્ડ કપમાં ગઈ કાલે યજમાન મેક્સિકોએ સાઉથ કોરિયા સામેની રસપ્રદ મૅચમાં ૧-૦થી જીત નોંધાવી હતી. સતત બે જીત અને ૬ પૉઇન્ટ સાથે ગ્રુપ Aની મેક્સિકો ટીમ નૉકઆઉટ સ્ટેજ એટલે કે રાઉન્ડ ઑફ ૩૨માં પહોંચનારી પહેલી ટીમ બની છે. 

યજમાન કૅનેડાએ પણ ગઈ કાલે કતર સામે ૬-૦થી ધમાકેદાર જીત નોંધાવી હતી. ૧૯૮૬ અને ૨૦૨૨ બાદ આ વખતે ટુર્નામેન્ટમાં ભાગ લેનાર કૅનેડાએ પોતાની વર્લ્ડ કપની પહેલવહેલી જીત નોંધાવી હતી. મૅચ દરમ્યાન કૅનેડાના એક ખેલાડીના પગનું હાડકું તૂટ્યું હતું અને મૅચ બાદ બન્ને ટીમના સભ્યો વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી. 

અન્ય મૅચોનાં રિઝલ્ટ?
ચેક રિપબ્લિક અને સાઉથ આફ્રિકા વચ્ચેની મૅચ ૧-૧થી ડ્રૉ રહી હતી. બોસ્નિયા અને હર્ઝેગોવિના સામે સ્વિટ્ઝરલૅન્ડે ૪-૧થી જીત મેળવી હતી.

football mexico canada south korea sports news sports