બાર્સેલોનામાં મેસીએ શરૂ કરી ટ્રેઇનિંગ

09 September, 2020 04:49 PM IST  |  Barcelona | IANS

બાર્સેલોનામાં મેસીએ શરૂ કરી ટ્રેઇનિંગ

મેસી

ફુટબૉલની બાર્સેલોના ક્લબ સાથે લિયોનેલ મેસીએ સોમવારે ટ્રેઇનિંગ શરૂ કરી હતી. ૨૦ ઑગસ્ટે ટીમની કરવામાં આવેલી પીસીઆર ટેસ્ટમાં મેસી ગેરહાજર રહ્યો હતો અને ટ્રેઇનિંગમાં પણ તે હાજર નહોતો રહ્યો. તેની ગેરહાજરીનું કારણ તેણે ક્લબ છોડી દેવાની જાહેરાત હતી. જોકે ટ્રાન્સફર માટે ૭૦૦ મિલ્યન ચૂકવવા પડતા હોવાથી મેસીએ આ વર્ષે આ જ ક્લબમાંથી રમવાનું નક્કી કર્યું હતું. ચોથી સપ્ટેમ્બરે મેસીએ ટીમમાં જોડાઈ રહેવાનો સંદેશો આપ્યો હતો અને તેણે હવે ટ્રેઇનિંગ પણ શરૂ કરી દીધી છે.

lionel messi sports news football