માનસિક રીતે હું યુએસ ઓપનનું પ્લાનિંગ કરી રહ્યો છું : ઍન્ડી મરે

28 July, 2020 12:59 PM IST  |  London | Agencies

માનસિક રીતે હું યુએસ ઓપનનું પ્લાનિંગ કરી રહ્યો છું : ઍન્ડી મરે

ઍન્ડી મરે

બ્રિટનનો ઍન્ડી મરે હાલમાં માનસિક રીતે યુએસ ઓપનનું પ્લાનિંગ કરી રહ્યો છે. કોરોના વાઇરસ અમેરિકામાં ખૂબ ફેલાયો હોવા છતાં આ ઇવેન્ટનું આયોજન ૩૧ ઑગસ્ટે કરવામાં આવ્યું છે. જોકે આ ઇવેન્ટ દર્શકોની ગેરહાજરીમાં રમાશે. આ વિશે મરેએ કહ્યું હતું કે ‘ચાર-પાંચ અઠવાડિયાં પહેલાં આપણે આ ઇવેન્ટને લઈને અવઢવમાં હતા. જોકે એક સમયે તો તમારે આ ઇવેન્ટને લઈને માનસિક રીતે તૈયાર રહેવું પડે. જો એ ઇવેન્ટ ન થઈ રહી હોય તો મારી પ્રૅક્ટિસ, મારું રિહેબ બધું જ અલગ હોત. માનસિક રીતે આ ઇવેન્ટ રમાવાની છે એ સમજીને હું પ્લાનિંગ કરી રહ્યો છું.’

દુનિયાભરના દેશોમાં સૌથી વધુ કોરોના-કેસ અમેરિકામાં છે. આ વિશે વધુ વાત કરતાં ઍન્ડી મરેએ કહ્યું હતું કે ‘અમારે માટે સૌથી મોટો ઇશ્યુ અમેરિકામાં ટ્રાવેલ છે. આપણે બધા એ વિશે થોડા ચિંતિત છીએ. આશા રાખું છું કે યુએસ ઓપન રમાડવામાં આવશે. જો એ રમાડવામાં આવે તો પણ વાંધો નહીં અને ન રમાડવામાં આવે તો પણ વાંધો નહીં. હું એમ નથી કહેતો કે એ રમાવી જ જોઈએ. પ્લેયર્સ માટે જ્યાં સુધી સુરક્ષિત હોય ત્યાં સુધી બહાર નીકળી રમવાની કોશિશ કરવામાં કાંઈ ખોટું નથી.’

tennis news sports news us open