હૉકીમાં સ્પેને મલેશિયાને હરાવ્યું

23 January, 2023 12:36 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

મંગળવારે ફાઇનલ આઠના તબક્કામાં હવે સ્પેનની ટક્કર ઑસ્ટ્રેલિયા સામે થશે

ગોલની ઉજવણી કરતા સ્પેનના ખેલાડીઓ.

ભુવનેશ્વરમાં રમાઈ રહેલા પુરુષોના હૉકી વર્લ્ડ કપમાં સ્પેને મલેશિયા સામેની રોમાંચક મૅચમાં ૨-૨થી ગોલ થયા બાદ પેનલ્ટી શૂટઆઉટમાં મલેશિયાને ૪-૩થી હરાવી દીધું હતું. મંગળવારે ફાઇનલ આઠના તબક્કામાં હવે સ્પેનની ટક્કર ઑસ્ટ્રેલિયા સામે થશે. બન્ને ટીમોએ બે-બે ગોલ કરતાં આખરે પેનલ્ટી શૂટઆઉટમાં નિર્ણય ગયો હતો, જેમાં બન્ને ટીમના ખેલાડીઓએ ૩-૩ ગોલ કરતાં આખરે નિર્ણય સડન-ડેથમાં ગયો હતો. જેમાં સ્પેનના ખેલાડી માર્ક મિરાલેસે ગોલ કર્યો હતો, જ્યારે મલેશિયાનો ફિરહાન અશારી ચૂકી ગયો હતો.

sports news sports hockey spain malaysia