અંકિતા રૈના ફાઇનલ રાઉન્ડમાં, ઇતિહાસ રચવાથી એક ડગલું દૂર

13 January, 2021 09:09 AM IST  |  Melbourne

અંકિતા રૈના ફાઇનલ રાઉન્ડમાં, ઇતિહાસ રચવાથી એક ડગલું દૂર

અંકિતા રૈના

ભારતની ટૉપ રૅન્ક મહિલા ટેનિસ ખેલાડી અંકિતા રૈના ઑસ્ટ્રેલિયન ઓપન ક્વૉલિફાયર્સના ફાઇનલ રાઉન્ડમાં પહોંચી ગઈ છે. જ્યારે પુરુષોની સિંગલ્સમાં ભારતનો રામકુમાર રામનાથન બીજા રાઉન્ડમાં ૩-૬, ૨-૬ એમ સીધા સેટમાં હારીને બહાર થઈ ગયો છે. દુબઈમાં ચાલી રહેલા આ ક્વૉલિફાયર મુકાબલામાં બીજા રાઉન્ડમાં અંકિતાએ યુક્રેનની ખેલાડીને ત્રણ સેટના સંઘર્ષમાં ૬-૨, ૨-૬, ૬-૩થી પરાસ્ત કરી હતી. આ મુકાબલો બે કલાક ૨૦ મિનિટ ચાલ્યો હતો. ગ્રૅન્ડ સ્લૅમના સિંગલ્સના મેઇન ડ્રૉમાં પ્રવેશવા માટે અંકિતાનો છઠ્ઠો પ્રયાસ છે અને હવે તે ઇતિહાસ રચવાથી ફક્ત એક કદમ દૂર છે. અત્યાર સુધી ભારત વતી નિરુપમા વૈદ્યનાથન અને સાનિયા મિર્ઝા જ ગ્રૅન્ડ સ્લૅમના મહિલા સિંગલ્સના મેઇન ડ્રૉમાં પ્રવેશ મેળવી શકી છે. 

ankita raina tennis news sports news australian open