દીકરાનો બર્થડે સ્પેશ્યલ બનાવવા બદલ મૅરી કૉમે માન્યો દિલ્હી પોલીસનો આભાર

16 May, 2020 01:16 PM IST  |  Mumbai Desk | Agencies

દીકરાનો બર્થડે સ્પેશ્યલ બનાવવા બદલ મૅરી કૉમે માન્યો દિલ્હી પોલીસનો આભાર

મેરી કૉમ

બૉક્સર મૅરી કૉમના સૌથી નાના પુત્ર પ્રિન્સ કૉમનો હાલમાં જન્મદિવસ ગયો હતો, જેને સ્પેશ્યલ બનાવવા બદલ મૅરી કૉમે દિલ્હી પોલીસનો આભાર માન્યો હતો. મૅરી કૉમે એક વિડિયો પણ પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર અપલોડ કર્યો હતો, જેમાં પોલીસ અધિકારી તેના દિલ્હીના નિવાસસ્થાને કેક આપી જતો જોવા મળે છે. દિલ્હી પોલીસનો આભાર માનતાં મૅરી કૉમે કહ્યું કે ‘થૅન્ક યુ દિલ્હી પોલીસ, મારા સૌથી નાના દીકરા પ્રિન્સ કૉમનો બર્થ-ડે સ્પેશ્યલ બનાવવા બદલ. તમે રિયલ ફ્રન્ટલાઇન હીરો છો. તમારા કમિટમેન્ટ અને ડેડિકેશન માટે તમને સૅલ્યુટ.’

sports news sports mary kom