મૅરી કૉમે તોડ્યો ૧૪ દિવસ આઇસોલેશનનો પ્રોટોકૉલ

22 March, 2020 01:54 PM IST  |  Mumbai Desk | Agencies

મૅરી કૉમે તોડ્યો ૧૪ દિવસ આઇસોલેશનનો પ્રોટોકૉલ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મૅરી કૉમ સહિતના સંસદસભ્યો.

કોરોના વાઇરસને લીધે દેશની સરકાર અને ખુદ વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન લોકોને સેલ્ફ આઇસોલેશન કરવાની સલાહ આપી રહ્યું છે એવામાં ભારતીય બૉક્સર મૅરી કૉમે ૧૪ દિવસ ક્વૉરન્ટીન થવાનો પ્રોટોકૉલ તોડ્યો છે. એશિયા-ઓશિયેનિયા ઑલિમ્પિક ક્વૉલિફાયર્સ પૂરો કર્યા બાદ મૅરી કૉમ ૧૩ માર્ચે સ્વદેશ પાછી ફરી હતી. ભારત આવ્યા બાદ કોરોનાના ભયને લીધે તેને ૧૪ દિવસ કમ્પલ્સરી ક્વૉરન્ટીન થવાનું કહેવામાં આવ્યું હતું. જોકે ૧૮ માર્ચે રાષ્ટ્રપતિભવનમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાખેલી બ્રેકફાસ્ટ સેરેમનીમાં તેણે હાજરી આપી હતી. વાસ્તવમાં રાષ્ટ્રપતિના સોશ્યલ મીડિયા પર અપલોડ કરવામાં આવેલી તસવીરમાં અન્ય સંસદસભ્યો સાથે મૅરી કૉમ પણ જોવા મ‍ળી હતી. ત્યાર બાદ ઉક્ત સમાચાર વાયુવેગે ફેલાયા હતા.

mary kom coronavirus covid19 sports sports news