ટેબલ ટેનિસમાં માનુષ શાહ-માનવ ઠક્કરે ભારત માટે સર્વોચ્ચ વર્લ્ડ રૅન્કિંગ પ્રાપ્ત કર્યું

08 July, 2026 10:56 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

તેઓ આ રમતના ઇતિહાસમાં સૌથી વધુ ક્રમાંકિત ભારતીય જોડી બની ગયા છે

ટેબલ ટેનિસમાં માનુષ શાહ-માનવ ઠક્કર

માનુષ શાહ અને માનવ ઠક્કરે ઇન્ટરનૅશનલ ટેબલ ટેનિસ ફેડરેશનની મેન્સ ડબલ્સ વર્લ્ડ રૅન્કિંગમાં શાનદાર રૅન્કિંગ પ્રાપ્ત કર્યું છે. બન્ને ૩૫૬૦ પૉઇન્ટ સાથે વર્લ્ડ નંબર થ્રીના સ્થાન પર પહોંચીને પોતાની કરીઅરના સર્વોચ્ચ રૅન્કિંગ પર પહોંચ્યા છે.

તેઓ આ રમતના ઇતિહાસમાં સૌથી વધુ ક્રમાંકિત ભારતીય જોડી બની ગયા છે. અગાઉ મનિકા બત્રા અને અર્ચના કામથે મહિલા ડબલ્સમાં વર્લ્ડ નંબર ફોરનો રેકૉર્ડ બનાવ્યો હતો. વડોદરાના પચીસ વર્ષના માનુષ શાહે ૧૦ વર્ષની ઉંમરે અને રાજકોટના ૨૬ વર્ષના માનવ ઠક્કરે પાંચ વર્ષની ઉંમરે ટેબલ ટેનિસની સફર શરૂ કરી હતી.

tennis news india sports sports news