28 October, 2026 05:07 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
પંજાબના જાલંધરમાં ગઈ કાલે ભારતીય મેન્સ ટીમે હૉકી એશિયન ચૅમ્પિયન્સ ટ્રોફી 2026માં વિજયી શરૂઆત કરી હતી. બંગલાદેશ સામે ભારતે ૧૩-૦થી ધમાકેદાર જીત મેળવી હતી. મનપ્રીત સિંહે ત્રણ ગોલ તથા કૅપ્ટન હરમનપ્રીત સિંહે, વાઇસ-કૅપ્ટન હાર્દિક સિંહે અને દિલપ્રીત સિંહે ૨-૨ ગોલ કર્યા હતા.
પંજાબમાં ૧૭ વર્ષ પછી ઇન્ટરનૅશનલ હૉકીની વાપસી થઈ હોવાથી સાંજની આ મૅચ પહેલાં ભાંગડા અને ડ્રોન-શોનું આયોજન કરવામાં આવ્યું. પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માન મૅચ પહેલાં બન્ને ટીમના ખેલાડીઓને મળ્યા હતા.