ટોક્યોમાં સારું પર્ફોર્મ કરવા નાની વાત પર ધ્યાન આપે છે: મનપ્રીત સિંહ

11 June, 2020 05:00 PM IST  |  Bengaluru | Gujarati Mid-day Correspondent

ટોક્યોમાં સારું પર્ફોર્મ કરવા નાની વાત પર ધ્યાન આપે છે: મનપ્રીત સિંહ

લૉકડાઉન હવે ધીમે-ધીમે ખૂલી રહ્યું હોવાથી રમતવીરો મેદાનમાં આવીને પોતાની નૉર્મલ પ્રૅક્ટિસ શરૂ કરી રહ્યા છે. ભારતીય હૉકી ટીમના પ્લેયર મનપ્રીત સિંહનું કહેવું છે કે ટોક્યોમાં સારું પર્ફોર્મ કરવા તે શક્ય એટલી નાનામાં નાની વાત પર ધ્યાન આપી રહ્યો છે. મનપ્રીત સિંહે કહ્યું કે ‘છેલ્લા બે મહિનામાં અમે અમારી હૉસ્ટેલ રૂમમાં બેઝિક એક્સરસાઇઝ કરી છે. અમને હજી પણ નથી ખબર કે અમે મેદાનમાં મુક્તપણે ક્યારે જઈ શકીએ છીએ, પણ અમે ધીમે-ધીમે રૂટીન વર્ક પર આવી રહ્યા છીએ. કોઈ પણ પ્રકારની વધારે પડતી કસરત કર્યા વિના અમે નૉર્મલ એક્સરસાઇઝ કરી રહ્યા છીએ. સોશ્યલ ડિસ્ટન્સિંગને ધ્યાનમાં રાખીને અમે નાના-નાના ગ્રુપમાં સેશનમાં જોડાઈ રહ્યા છીએ. હવે તો મેદાનમાં જઈએ કે ન જઈએ, પ્લેયરો પોતાના હાથ વારંવાર સૅનિટાઇઝરથી ધોઈ રહ્યા છે. અમારું ટેમ્પરેચર પણ વારંવાર તપાસવામાં આવી રહ્યું છે. આવનારા દિવસોમાં અમે વ્યક્તિગત રીતે અને ટીમને ધ્યાનમાં રાખીને તૈયારી કરી રહ્યા છીએ. એટલું જ નહીં, પણ ટોક્યોમાં સારું પર્ફોર્મ કરવા, શક્ય એટલી નાનામાં નાની વાત પર ધ્યાન આપી રહ્યા છીએ.’

motor sports sports news hockey