14 December, 2023 11:57 AM IST | Europe | Gujarati Mid-day Correspondent
મંગળવારે મૅન્ચેસ્ટર યુનાઇટેડના બે ઈજાગ્રસ્ત ખેલાડી હૅરી મૅગ્વાયર અને લ્યુક શૉ .
ત્રણ વખત યુરોપિયન કપ વિજેતા બનેલી મૅન્ચેસ્ટર યુનાઇટેડ (એમયુ) ક્લબની ટીમ મંગળવારે હોમટાઉન મૅન્ચેસ્ટરમાં બાયર્ન મ્યુનિક સામેની ‘મસ્ટ-વિન’ મૅચ ૦-૧થી હારી જતાં ચૅમ્પિયન્સ લીગમાંથી બહાર થઈ ગઈ હતી. જર્મન ચૅમ્પિયન બાયર્નના કિંગ્સ્લી કૉમેને ૭૦મી મિનિટમાં ગોલ કરીને એમયુની ટીમને પડકારી હતી અને બાયર્નની મજબૂત ડિફેન્સને કારણે એમયુના ફૉર્વર્ડ્સ એકેય ગોલ નહોતા કરી શક્યા અને બાયર્નનો ૧-૦થી વિજય થયો હતો.
એમયુની ટીમ સીઝનની શરૂઆતની ૨૪માંથી ૧૨ મૅચ હારી છે. પરિણામ એ છે કે તેઓ લીગ કપ ડિફેન્ડ નહીં કરી શકે તેમ જ પ્રીમિયર લીગમાં છેક છઠ્ઠા નંબર પર ધકેલાઈ ગયા છે. રવિવારે લિવરપુલ સામે એમયુની પ્રીમિયર લીગની મૅચ રમાવાની છે. મંગળવારની મૅચમાં એમયુના હૅલી મૅગ્વાયરને હાફ ટાઇમની પહેલાં ઈજા થઈ હતી, જેને લીધે તે પાછો જતો રહ્યો હતો. લ્યુક શૉ હાફ ટાઇમ વખતે ઇન્જરીને કારણે બેન્ચ પર બેસી ગયો હતો.
13
મૅન્ચેસ્ટર યુનાઇટેડના હાલમાં કુલ આટલા ખેલાડી ઈજા અથવા અન્ય કોઈક કારણસર ટીમ સાથે નથી. રવિવારે લિવરપુલ સામે રમવામાં એમયુની ટીમને મોટી મુશ્કેલી નડી શકે.