28 August, 2026 10:54 AM IST | Manchester | Gujarati Mid-day Correspondent
અયુબ બૌદ્દી
૧૮ વર્ષના મોરોક્કન મિડફીલ્ડર અયુબ બૌદ્દીએ જૅકપૉટ મેળવ્યો છે. અયુબ બૌદ્દી ઇંગ્લિશ પ્રીમિયર લીગ ઇતિહાસનો સૌથી મોંઘો યુવા ફુટબૉલર બન્યો છે. મૅન્ચેસ્ટર સિટીએ તેની સાથે આગામી પાંચ વર્ષ માટે અધધ ૧૦૫૫ કરોડ રૂપિયાનો કરાર કર્યો છે. બે વર્ષ પહેલાં મૅન્ચેસ્ટર યુનાઇટેડે ૧૮ વર્ષના બેલ્જિયમના લેની યોરોને સૌથી વધુ ૭૬૪ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
અયુબ બૌદ્દીનાં મમ્મી-પપ્પા મૂળ મોરોક્કોનાં છે અને તેનો જન્મ ફ્રાન્સમાં થયો છે. તે ફ્રાન્સની અન્ડર -16 થી 21ની ટીમો માટે રમ્યો છે. ૧૬ વર્ષની ઉંમરે ફ્રાન્સની લિલી ક્લબ સાથે રમવાનું શરૂ કર્યું ત્યારે તેનો વાર્ષિક પગાર ૧૨.૧૩ કરોડ રૂપિયા હતો. જોકે ૨૦૨૬ની શરૂઆતમાં તેણે મમ્મી-પપ્પાના વતન મોરોક્કો માટે રમવાનું નક્કી કર્યું હતું.