રોનાલ્ડોની સફળતાથી મેસીને થતી હતી ઈર્ષા, ખુદ કર્યો ખુલાસો

04 December, 2019 01:19 PM IST  |  Mumbai

રોનાલ્ડોની સફળતાથી મેસીને થતી હતી ઈર્ષા, ખુદ કર્યો ખુલાસો

રોનાલ્ડો અને મેસી

બાર્સેલોનાના સુપરસ્ટાર ફુટબૉલર લિયોનેલ મેસીની છઠ્ઠી વાર બેલન ડિ ઓર ખિતાબથી નવાજવામાં આવ્યો છે. મંગળવારે મેસીને આ ખિતાબ મળ્યો છે. આ સાથે જ તેમણે પોર્ટુગલના સ્ટાર ફુટબૉલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને પાછળ છોડી દીધા છે, જેમણે 5 વાર આ ખિતાબ તેમના નામે કર્યો હતો. અવૉર્ડ સેરેમની બાદ મેસીએ ખુદ આ વાતનો સ્વીકાર કર્યો છે કે જ્યારે રોનાલ્ડોએ તેમની બરાબરી કરી હતી ત્યારે તેને જલન થઈ હતી.

લિયોનેલ મેસીએ પેરિસમાં આયોજિત થયેલી સેરેમનીમાં સ્વીકાર કર્યો છે કે જ્યારે ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ પાંચમી વાર વર્ષ 2017માં બેલન ડિ ઓર ખિતાબ જીતીને તેની બરાબરી કરી હતી ત્યારે તેમને તકલીફ થઈ હતી. મેસીએ 2009 થી 2012 સુધી સતત ચાર વાર ખિતાબ જીત્યો હતો. જ્યારે પાંચમો ખિતાબ 2015માં પોતાના નામે કર્યો હતો. જ્યારે રોનાલ્ડોએ 2008, 2013, 2014, 2016 અને 2017માં અવૉર્ડ જીતીને તેની બરાબરી કરી હતી.

હું વધુ દિવસ ટોચ પર ન રહી શક્યોઃ મેસી
મેસીએ માન્યું કે રોનાલ્ડોને તેનો પાંચમો પુરસ્કાર લેતો જોવો તેના માટે મુશ્કેલ હતું. મેસીએ કહ્યું કે, જ્યારે મે પાંચમો પુરસ્કાર જીત્યો હતો ત્યારે મે તેનો આનંદ ઉઠાવ્યો, કારણ કે એવું કરનાર હું એકલો હતો. જ્યારે ક્રિસ્ટિયાનોએ મારી બરાબરી કરી તો મને થોડી તકલીફ થઈ હતી કારણ કે લાંબા સમય સુધી હું એકલો ટોચ પર નહોતો રહ્યો.

મેસીએ આગળ કહ્યું કે, શું હું પાછલા કેટલાક વર્ષ નિરાશામાં હતો? એવું કહી શકાય છે, મને સમજાય છે કે હું કેમ નથી જીતી શક્યો. એક ટીમના રીતે અમે અમારું મોટું લક્ષ્ય નહોતા મેળવી શક્યા, જે ચેમ્પિયન્સ લીગ જીતવાનું હતું, જે તમને બેલન ડિ ઓર જીતવાના વધુ મોકા આપે છે. જ્યારે રોનાલ્ડોએ તે જીત્યો હતો કે તે તેનું સારું સત્ર રહ્યું છે જેમાં તેમણે ચેમ્પિયન્સ લીગ જીતી હતી અને તે નિર્ણાયક સાબિત થયો હતો. તેઓ તેના હકદાર હતા અને હું એવું ન કરી શક્યો.

cristiano ronaldo lionel messi