ગઈ કાલે ક્લબમાં થયેલી પીસીઆર ટેસ્ટમાં મેસી રહ્યો ગેરહાજર

31 August, 2020 04:12 PM IST  |  Madrid | Agencies

ગઈ કાલે ક્લબમાં થયેલી પીસીઆર ટેસ્ટમાં મેસી રહ્યો ગેરહાજર

મેસી

ફુટબૉલ-જગતના દિગ્ગજ પ્લેયર લિયોનેલ મેસી અને ક્લબ બાર્સેલોના વચ્ચે છેલ્લા કેટલાક સમયથી વિવાદ ચાલી રહ્યો છે. એવામાં ગઈ કાલે ક્લબના ટ્રેઇનિંગ ગ્રાઉન્ડમાં પૂર્વનિર્ધારિત કોરોના-ટેસ્ટ કરાવવા મેસી પહોંચ્યો નહોતો. આજથી ક્લબના નવા કોચ રોનાલ્ડ કોઇમૅનના નેતૃત્વ હેઠળ પ્રી-સેશન ટ્રેઇનિંગ શરૂ કરતાં પહેલાં આખી ટીમને કોરોના-ટેસ્ટ કરાવવાની વાત કહેવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે મેસી બાર્સેલોના ક્લબ છોડવા માગે છે, પણ બન્ને પક્ષ વચ્ચે કેટલાક મતભેદ સર્જાયા હતા. ક્લબનું કહેવું છે કે જો મેસીએ ક્લબ છોડવી જ છે તો એ માટે તેને ૧૦ જૂન સુધીનો સમય આપવામાં આવ્યો હતો. જોકે કોરોનાને કારણે ૧૪ ઑગસ્ટ સુધી સેશન પત્યું ન હોવાનું સામા પક્ષે જણાવ્યું હતું.

lionel messi football sports news