બૅલન દ ઑર અવૉર્ડ માટે બે વર્ષની ગેરહાજરી પછી મેસીને નૉમિનેશન મળ્યું, રોનાલ્ડો સતત ચોથા વર્ષે ચૂક્યો

10 September, 2026 03:16 PM IST  |  France | Gujarati Mid-day Correspondent

બે વર્ષ બાદ લીઅનલ મેસીને બૅલન દ’ઓર ૨૦૨૬ના ૩૦ ખેલાડીઓના નૉમિનેશન લિસ્ટમાં સ્થાન મળ્યું છે. ક્રિસ્ટીઆનો રોનાલ્ડો સતત ચોથા વર્ષે નૉમિનેશન ચૂકી ગયો છે.

લીઅનલ મેસી અને ક્રિસ્ટીઆનો રોનાલ્ડો

ધ બૅલન દ ઑર ૧૯૫૬થી ફ્રેન્ચ ન્યુઝ મૅગેઝિન ફ્રાન્સ ફુટબૉલ દ્વારા આપવામાં આવતો વાર્ષિક ફુટબૉલ અવૉર્ડ છે. ૭૦ વર્ષ જૂના આ પ્રતિષ્ઠત અવૉર્ડને બેસ્ટ પ્લેયર, ગોલકીપર, ટીમ, કોચને આપવામાં આવે છે. આ અવૉર્ડ મેન્સ-વિમેન્સ ઇન્ટરનૅશનલ અને ક્લબ-લેવલના પ્રદર્શનને આધારે આપવામાં આવે છે. 
૨૦૨૬ની સીઝન માટે આર્જેન્ટિનાના લીઅનલ મેસીને નૉમેનિટ કરવામાં આવ્યો છે. બે વર્ષ સુધી સતત ગેરહાજર રહ્યા પછી ૩૦ સભ્યોના નૉમિનેશન લિસ્ટમાં મેસીને સ્થાન મળ્યું છે. પોર્ટુગલનો ક્રિસ્ટીઆનો રોનાલ્ડો સતત ચોથા વર્ષે નૉમિનેશન ચૂકી ગયો છે.
રોનાલ્ડો સૌથી વધુ ૧૮ નૉમિનેશન સાથે બેલોન ઑલ-ટાઇમ રેકૉર્ડ ધરાવે છે. મેસી ૧૭ નૉમિનેશન સાથે આ લિસ્ટમાં બીજા ક્રમે છે. મેસી સૌથી વધુ ૮ વખત અવૉર્ડ જીત્યો છે. મેસી ૨૦ વર્ષના સમયગાળામાં આ અવૉર્ડ માટે નોમેનિટ થતો રહેનાર પહેલો ખેલાડી બન્યો છે. 
સ્પેનનો ૧૯ વર્ષનો લૅમિન યમાલ ૨૦ વર્ષની ઉંમર પહેલાં ત્રણ વખત માટે નામાંકિત થનાર પ્રથમ ખેલાડી બન્યો છે. સતત ત્રીજી વખત તે અવૉર્ડ માટે નૉમિનેટ થયો છે. ૨૬ ઑક્ટોબરે શાનદાર ઇવેન્ટમાં વિજેતાઓને અવૉર્ડ આપવામાં આવશે. 

cristiano ronaldo lionel messi football sports news sports