ટૉપ ફુટબૉલર્સ રોનાલ્ડો- મેસી બે દાયકામાં રેકૉર્ડ છઠ્ઠી વખત ફુટબૉલ વર્લ્ડ કપ રમશે

11 June, 2026 12:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આખા વિશ્વની નજર આ વર્લ્ડ કપ દરમ્યાન આર્જેન્ટિનાના ઑલમોસ્ટ ૩૯ વર્ષના લીઅનલ મેસી અને પોર્ટુગલના ૪૧ વર્ષના ક્રિસ્ટીઆનો રોનાલ્ડો પર રહેશે.

ક્રિસ્ટીઆનો રોનાલ્ડો અને લીઅનલ મેસી

આખા વિશ્વની નજર આ વર્લ્ડ કપ દરમ્યાન આર્જેન્ટિનાના ઑલમોસ્ટ ૩૯ વર્ષના લીઅનલ મેસી અને પોર્ટુગલના ૪૧ વર્ષના ક્રિસ્ટીઆનો રોનાલ્ડો પર રહેશે. વિશ્વના ટૉપ-ટૂ ફુટબૉલર્સ તરીકે ફ્રૅન્ચાઇઝી લીગ સહિતની મૅચોમાં ક્રિસ્ટીઆનો રોનાલ્ડોએ સૌથી વધુ ૯૭૩ ગોલ અને એના પછી લીઅનલ મેસીએ ૯૧૦ ગોલ કર્યા છે.

આ બન્ને પ્લેયર્સ છેલ્લા બે દાયકામાં રેકૉર્ડ સૌથી વધુ છઠ્ઠી વખત ફુટબૉલ વર્લ્ડ કપ રમવા ઊતરશે. બન્ને ખેલાડીઓએ અગાઉ ૨૦૦૬, ૨૦૧૦, ૨૦૧૪, ૨૦૧૮ અને ૨૦૨૨નો વર્લ્ડ કપ રમ્યો છે. મેસીની આગેવાનીમાં આર્જેન્ટિના ૨૦૨૨માં વર્લ્ડ કપ જીત્યું હતું. ક્રિસ્ટીઆનો રોનાલ્ડોનો દેશ પોર્ટુગલ પોતાના ૯ વર્લ્ડ કપમાં ક્યારેય ટ્રોફી જીત્યો નથી. તેઓ ૨૦૦૬માં ચોથા ક્રમની ટીમ બન્યા હતા.

19
વર્લ્ડ કપની સૌથી વધુ આટલી મૅચોમાં કૅપ્ટન્સીનો રેકૉર્ડ ધરાવે છે લીઅનલ મેસી.

26
સૌથી વધુ આટલી વર્લ્ડ કપ મૅચ રમી છે લીઅનલ મેસીએ ક્રિસ્ટીઆનો રોનાલ્ડો બાવીસ મૅચ સાથે પાંચમા ક્રમે છે.

4
આટલા ગોલ કરીને લીઅનલ મેસી મેન્સ કપમાં હાઇએસ્ટ સ્કોરર બની જશે. હાલમાં તે ૧૩ ગોલ સાથે ચોથા ક્રમે છે. ક્રિસ્ટીઆનો રોનાલ્ડોએ ૮ ગોલ કર્યા છે. 


cristiano ronaldo lionel messi fifa world cup football sports news