જાણો,રોનાલ્ડો ઇન્સ્ટેગ્રામથી વર્ષમાં ફુટબોલ કરતા કેટલી વધુ કમાણી કરે છે

21 October, 2019 07:51 PM IST  |  Mumbai

જાણો,રોનાલ્ડો ઇન્સ્ટેગ્રામથી વર્ષમાં ફુટબોલ કરતા કેટલી વધુ કમાણી કરે છે

ક્રિસ્ટિયાનો રોનાલ્ડો

Mumbai : ઘણા એવા ફુટબોલર છે જેની કમાણી સાંભળીને તમે ચોકી જશો. પણ આજે અમે તમને ફુટબોલર ક્રિકસ્ટિયાનો રોનાલ્ડો સૌથી વધુ ક્યાથી કમાણી કરે છે તેના વિશે માહિતી આપીશું. ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના વિશ્વભરમાં મોટી સંખ્યામાં ચાહકો છે. ત્યારે તમને જણાવી દઇએ કે રોનાલ્ડો સોશિયલ મીડિયાના ઇન્સ્ટાગ્રામ પોસ્ટથી સૌથી વધુ કમાણી કરી લે છે.

રોનાલ્ડો ફુટબોલ કરતા પણ વધુ કમાણી ઇન્સ્ટાગ્રામથી કરી લે છે
ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ફુટબોલ કરતા વધુ કમાણી ઇન્સ્ટાગ્રામ પોસ્ટથી કરી લે છે. તેણે ગત વર્ષે ઇન્સ્ટાગ્રામ પોસ્ટથી આશરે 340 કરોડ રૂપિયાની કમાણી કરી છે. જ્યારે જુવેન્ટ્સ ક્લબમાં તેનું વાર્ષિક પેકેજ 242 કરોડ રૂપિયાનું છે.

રોનાલ્ડોને ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરવા માટે 6.9 કરોડ મળે છે
એક રિપોર્ટ પ્રમાણે
, રોનાલ્ડેને ઇન્સ્ટાગ્રામ પર દરેક સ્પોન્સર્ડ પોસ્ટ માટે આશરે 6.9 કરોડ રૂપિયા મળ્યા છે. સોશિયલ મીડિયાથી કમાણીના મામલામાં રોનાલ્ડો બાદ લિયોનલ મેસી આ યાદીમાં બીજા સ્થાને છે. સ્પેનિશ ક્લબ બાર્સિલોનાના ખેલાડી મેસીએ 36 પોસ્ટથી આશરે 165 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ક્રિકેટ ખેલાડી વિરાટ કોહલી એક વર્ષમાં આશરે 8.3 કરોડ રૂપિયાની કમાણીની સાથે યાદીમાં 11મા નંબર પર છે.

રોનાલ્ડો ઇન્સ્ટાગ્રામમાં સૌથી વઘુ ફોલોઅર્સ ધરાવે છે
આ યાદીમાં વિશ્વના ઘણા સેલેબ્રિટીઓ સામેલ છે. તેમાં કાઇલી જેનર, સેલેના ગોમેજ અને પ્રિયંકા જેવી વ્યક્તિઓ રોનાલ્ડોની ઇન્સ્ટાગ્રામથી થતી કમાણીથી ઘણી પાછળ છે. સોશિયલ મીડિયા મેનેજમેન્ટ કંપની હોપર એચક્યૂના રિપોર્ટ પ્રમાણે રોનાલ્ડો ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલો કરાતી સેલિબ્રિટી છે. તેના 18.60 કરોડ ફોલોઅર્સ છે. 

આ પણ જુઓ : 'માહી'ના દિકરી ઝીવા સાથેના આ ફોટોસ બનાવી દેશે તમારો દિવસ

વિરાટ કોહલી યાદીમાં માત્ર જગ્યા બનાવવામાં સફળ થયો
હોપર એચક્યૂની પ્રતિનિધિ નિકોલા ક્રોનિને જણાવ્યું કે, રોનાલ્ડોની લોકપ્રિયતાનો અંદાજ તેનાથી લગાવી શકાય કે કંપનીઓએ તેની સુધી પહોંચવા માટે આશરે 8 કરોડ રૂપિયાની ચુકવણી કરવી પડી રહી છે. બીજીતરફ વિરાટ કોહલીએ પાછલા મહિને ઇન્સ્ટાગ્રામ પર પોતાના ફોલોઅર્સની સંખ્યા 10 કરોડને પાર કરી લીધી છે. પરંતુ તે આ યાદીમાં માત્ર જગ્યા બનાવવામાં સફળ રહ્યો છે. રોનાલ્ડો અને મેસીની તુલનામાં તેની આવખ ખુબ ઓછી છે. આ યાદીમાં ટોપ-10 સેલિબ્રિટીમાથી 6 ખેલાડી છે.

football cristiano ronaldo