ભૂતપૂર્વ ફુટબૉલર ખાલિદ જમીલ બન્યો ભારતીય ફુટબૉલર ટીમનો નવો હેડ કોચ

02 August, 2025 02:51 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૧૩ વર્ષ બાદ ભારતીય મેન્સ ફુટબૉલર ટીમને મળ્યો ભારતીય કોચ

ખાલિદ જમીન

ઑલ ઇન્ડિયા ફુટબૉલર ફેડરેશન (AIFF)એ ૪૮ વર્ષના ખાલિદ જમીનને ભારતીય મેન્સ ફુટબૉલર ટીમનો નવો હેડ કોચ નિયુક્ત કર્યો છે. તેના કાર્યકાળ અને સૅલેરી પર ચર્ચા હજી બાકી છે, પણ તે બેથી ત્રણ વર્ષ સુધી આ પદ સંભાળશે એવી સંભાવના છે. ૧૩ વર્ષ બાદ ભારતની મેન્સ ફુટબૉલર ટીમને ભારતીય કોચ મળ્યો છે. આ પહેલાં વર્ષ ૨૦૧૧-’૧૨માં ભારતીય તરીકે સૅવિયો મેડેઇરાએ આ પદ પર સેવા આપી હતી.

ભારત માટે ૪૦ ફુટબૉલર મૅચ રમનાર આ મિડ-ફીલ્ડરે વર્ષ ૨૦૦૯માં ઇન્જરીને કારણે નિવૃત્તિ લીધી હતી. ત્યારથી હમણાં સુધી તેને મુંબઈ, આઇઝોલ, નૉર્થઈસ્ટ યુનાઇટેડ અને  જમશેદપુર ફુટબૉલર ક્લબમાં કોચિંગનો અનુભવ છે. તેને ભારતની ટોચની ટુર્નામેન્ટ  આઇ-લીગ, આઇ લીગ-ટૂ અને ઇન્ડિયન સુપર લીગ (ISL)માં વ્યાપક કોચિંગનો અનુભવ છે. વર્ષ ૨૦૨૩થી સતત બે વાર AIFFનો મેન્સ કોચ ઑફ ધ યર અવૉર્ડ જીતનાર જમીલ ISLનો પ્રથમ ભારતીય કોચ પણ બન્યો હતો. સતત બે વિદેશી કોચના રાજીનામા બાદ આ પદ સંભાળનાર જમીલ સામે ભારતીય ફુટબૉલરને નવી ઊંચાઈએ લઈ જવાનો પણ પડકાર રહેશે.

national football league football all india football federation sports news sports