ભારતે ૩ દાયકામાં પહેલી વખત સ્ક્વૉશ વર્લ્ડ કપ જીત્યો

15 December, 2025 02:59 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ફાઇનલમાં હૉન્ગકૉન્ગને સરળતાથી હરાવ્યું, સેમી ફાઇનલમાં બે વખતના ચૅમ્પિયન ઇજિપ્તને માત આપી હતી

ભારત વિજેતા બન્યું

ચેન્નઈમાં ૯થી ૧૪ ડિસેમ્બર વચ્ચે આયોજિત ૧૨ ટીમ વચ્ચેના સ્ક્વૉશ વર્લ્ડ કપમાં યજમાન ભારત વિજેતા બન્યું છે. મેન્સ-વિમેન્સ પ્લેયર્સની આ મિશ્રિત ટુર્નામેન્ટમાં યજમાન ટીમે ટોચના ક્રમાંકિત હૉન્ગકૉન્ગને ૩-૦થી હરાવીને પોતાનો પહેલો સ્ક્વૉશ વર્લ્ડ કપ જીત્યો હતો. એક્સપ્રેસ ઍવન્યુ મૉલમાં ભરચક ભીડમાંથી ઘરઆંગણાના દર્શકોને એક યાદગાર સાંજ મળી હતી. જોશ્ના ચિનપ્પા, વેલાવન સેન્થિલકુમાર, અનાહત સિંહ અને અભય સિંહે આ ઐતિહાસિક જીતમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. 
૧૯૯૬થી પાંચ વખત આ વર્લ્ડ કપ રમાયો છે જેમાંથી ૨૦૧૧ અને ૨૦૨૩ના છેલ્લા બે વર્લ્ડ કપની યજમાની પણ ચેન્નઈએ કરી હતી. છેલ્લા બે વર્લ્ડ કપમાં ચૅમ્પિયન બનેલી ટીમ ઇજિપ્તને ભારતે સેમી ફાઇનલમાં માત આપી હતી. ભારત ૨૦૨૩માં જ આ ટુર્નામેન્ટમાં ત્રીજા ક્રમની ટીમ બનીને ટૉપ-થ્રી ટીમમાં સામેલ થઈ શકી હતી.

squash sports news sports gujarati mid day india