ઍડીલેડ ઇન્ટરનૅશનલમાં નહીં રમે જૉકોવિચ

12 January, 2020 02:25 PM IST  |  Mumbai Desk

ઍડીલેડ ઇન્ટરનૅશનલમાં નહીં રમે જૉકોવિચ

વર્લ્ડ ટેનિસમાં નંબર-ટૂ પ્લેયર નોવાક જૉકોવિચે ઍડીલેડ ઇન્ટરનૅશનલમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. ટુર્નામેન્ટમાંથી ખસી જવાની જૉકોવિચે કોઈ સ્પષ્ટતા કરી નથી. આ વાતની પુષ્ટિ કરતાં ટુર્નામેન્ટ ડિરેક્ટર ઍલિસ્ટર મૅક્‍ડોનલ્ડે કહ્યું કે ‘અમને ખ્યાલ છે કે આ વર્ષે ઍડીલેડમાં ન રમી શકવાને લીધે નોવાક કેટલો નારાજ હશે. અમે આશા રાખીએ છીએ કે આવતા વર્ષે તે ઍડીલેડમાં રમવા ફરી આવશે.’

novak djokovic sports news sports tennis news