ઝિલી દેલાબેહેરા એશિયન વેઇટલિફ્ટિંગ ચૅમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતી

19 April, 2021 04:54 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ગઈ કાલે એશિયન વેઇટલિફ્ટિંગ ચૅમ્પિયનશિપની ૪૫ કિલોગ્રામ કૅટેગરીમાં ભારતની ઝિલી દેલાબેહેરાએ ગોલ્ડ મેડલ કબજે કર્યો હતો.

ઝિલી દેલાબેહેરા

ગઈ કાલે એશિયન વેઇટલિફ્ટિંગ ચૅમ્પિયનશિપની ૪૫ કિલોગ્રામ કૅટેગરીમાં ભારતની ઝિલી દેલાબેહેરાએ ગોલ્ડ મેડલ કબજે કર્યો હતો. આ ચૅમ્પિયનશિપમાં તેણે અનુક્રમે ૬૯ અને ૮૮ કિલો મળી કુલ ૧૫૭ કિલો વજન ઊંચકી નંબર-વન હાંસલ કર્યો હતો. જોકે ઑલિમ્પિક વેઇટલિફ્ટિંગમાં ૪૫ કિલોગ્રામની કૅટેગરી રાખવામાં નથી આવી. સિલ્વર મેડલિસ્ટ ફિલિપીન્સની વેઇટલિફ્ટર મૅરી ફ્લોર ડિયાઝે કુલ ૧૩૫ કિલોગ્રામ વજન ઊંચક્યું હતું.  

નોંધનીય છે કે ઝિલીએ પોતાના ૨૦૧૯ના પ્રદર્શન કરતાં નબળું પ્રદર્શન કર્યું હતું. ૨૦૧૯માં તેણે કુલ ૧૬૨ કિલો વજન ઊંચકવામાં સફળતા મેળવી હતી. 

sports news