24 September, 2026 02:46 PM IST | Nagoya | Gujarati Mid-day Correspondent
જય મીના
મધ્ય પ્રદેશના ૨૬ વર્ષના જય મીનાએ એશિયન ગેમ્સમાં ભારત માટે સૉફ્ટ ટેનિસનો સૌપ્રથમ મેડલ જીત્યો છે. ગઈ કાલે મેન્સ સિંગલ્સ સેમી-ફાઇનલમાં જપાનના હરીફ સામે ૪૫ મિનિટની રમતમાં ૨-૪થી હારીને બ્રૉન્ઝ મેડલ હાંસલ કર્યો હતો.
મુલાયમ, હલકા અને હવાથી ભરેલા રબરના બૉલથી રમાતી સૉફ્ટ ટેનિસની આ રમત એશિયન ગેમ્સમાં ૧૯૯૪થી શરૂ થઈ હતી. જય મીનાએ અગાઉ વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં મિક્સ્ડ ડબલ્સમાં અને એશિયન ચૅમ્પિયનશિપમાં મેન્સ સિંગલ્સમાં બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો.
૨૦૨૨ની નૅશનલ ગેમ્સના ગોલ્ડ મેડલિસ્ટ જયે ૨૦૧૮ અને ૨૦૨૩ની એશિયન ગેમ્સમાં પણ ભાગ લીધો હતો. તે શરૂઆતમાં ક્રિકેટર બનવાની ઇચ્છા ધરાવતો હતો. બૉલ બૉય તરીકે કામ કરતી વખતે સૉફ્ટ ટેનિસમાં રસ વધ્યો અને ૧૪ વર્ષની ઉંમરે તેણે ઇન્ટરનૅશનલ સ્તરે સ્પર્ધા કરવાનું શરૂ કર્યું.