ફુટબૉલ વર્લ્ડ કપની ૧૦૦૦મી મૅચમાં ટ્યુનિશિયા સામે જપાનની ૪-૦થી જીત

22 June, 2026 02:44 PM IST  |  Monterrey | Gujarati Mid-day Correspondent

એશિયન ટીમ તરીકે જપાને સૌથી મોટો વિજય નોંધાવ્યો

ટીમની તસવીર

મેક્સિકોના મૉન્ટેરી સ્ટેડિયમમાં ગઈ કાલે જપાન અને ટ્યુનિશિયા વચ્ચે ફુટબૉલ વર્લ્ડ કપ ઇતિહાસની ૧૦૦૦મી મૅચ રમાઈ હતી.

આ મૅચમાં જપાને પહેલા અને બીજા હાફમાં બે-બે ગોલ કરીને ૪-૦થી જીત મેળવી હતી.

નેધરલૅન્ડ્સ સામેની ૨-૨ની ડ્રૉ મૅચ બાદ આ વર્લ્ડ કપમાં જપાને પહેલી જીત નોંધાવી છે. સ્વીડન સામે અગાઉ ૫-૧થી હારનાર ટ્યુનિશિયા સતત બે હારને કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થયું છે.

જપાને એશિયન ટીમ તરીકે ફુટબૉલ વર્લ્ડ કપમાં ૪-૦ની સૌથી મોટી જીત નોંધાવી હતી. આ લિસ્ટમાં બીજા અને ત્રીજા ક્રમે પણ જપાન જ છે. જપાને વર્ષ ૨૦૧૦માં ડેનમાર્કને ૩-૧થી અને વર્ષ ૨૦૦૨માં ટ્યુનિશિયાને ૨-૦થી માત આપી હતી.

100

ફુટબૉલ વર્લ્ડ કપના ૬૮ વર્ષના ઇતિહાસમાં આટલા ગોલ ફાસ્ટેસ્ટ ૩૩ મૅચમાં બન્યા. વર્ષ ૧૯૫૪માં સૌથી ફાસ્ટેસ્ટ ૨૦ મૅચમાં ૧૦૦ ગોલ થયા હતા. 

241

આટલા ગોલ સાથે હાલમાં બ્રાઝિલ અને જર્મની સૌથી વધુ વર્લ્ડ કપ ગોલ કરનારી ટીમો છે.

અન્ય મૅચોમાં શું રિઝલ્ટ મળ્યાં?

ગોલકીપર ઍલોય રૂમ દ્વારા રેકૉર્ડ ૧૫ વખત ગોલ બચાવવાને કારણે કુરાકાઓ વર્લ્ડ કપમાં પહેલવહેલો પૉઇન્ટ નોંધાવનાર સૌથી નાની વસ્તી (લગભગ ૧.૫૬ લાખ) ધરાવતો દેશ બન્યો હતો. તેમની ઇક્વાડોર સામેની મૅચ ૦-૦થી ડ્રૉ રહી હતી.

નેધરલૅન્ડ્સે ૫-૧થી સ્વીડન સામે શાનદાર વિજય મેળવ્યો હતો. વર્લ્ડ કપ ટાઇટલ જીત્યા વગર ૧૦૦ વર્લ્ડ કપ ગોલ કરનાર નેધરલૅન્ડ્સ પહેલી ટીમ બની છે. ૧૦૦ ગોલ કરનારી અન્ય સાતેય ટીમ ચૅમ્પિયન બની ચૂકી છે.

જર્મનીએ ૨-૧થી આઇવરી કોસ્ટ સામે જીત મેળવી. વર્ષ ૨૦૧૪ બાદ પહેલી વખત જર્મની નૉકઆઉટ રાઉન્ડમાં પહોંચ્યું છે. 

fifa world cup football japan sports sports news