સિંધુ સેમી ફાઇનલમાંઃ પ્રણોય ક્વૉર્ટરમાં હાર્યો, મિથુન જીત્યો

22 January, 2022 09:56 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લખનઉમાં સૈયદ મોદી ઇન્ટરનૅશનલ બૅડ્મિન્ટન સ્પર્ધામાં ગઈ કાલે ઑલિમ્પિક મેડલિસ્ટ પી. વી. સિંધુ સેમી ફાઇનલમાં પહોંચી ગઈ હતી

સિંધુ સેમી ફાઇનલમાંઃ પ્રણોય ક્વૉર્ટરમાં હાર્યો, મિથુન જીત્યો

લખનઉમાં સૈયદ મોદી ઇન્ટરનૅશનલ બૅડ્મિન્ટન સ્પર્ધામાં ગઈ કાલે ઑલિમ્પિક મેડલિસ્ટ પી. વી. સિંધુ સેમી ફાઇનલમાં પહોંચી ગઈ હતી. ટૉપ-સીડેડ સિંધુએ ક્વૉર્ટર ફાઇનલમાં થાઇલૅન્ડની સુપનીદા કેટથિન્ગને ૧૧-૨૧, ૨૧-૧૨, ૨૧-૧૭થી હરાવી હતી. આ મૅચ એક કલાક અને પાંચ મિનિટ ચાલી હતી. હવે સેમીમાં સિંધુનો મુકાબલો રશિયાની એવગેનિયા કોસેત્સ્કાયા સામે થશે.
પુરુષોમાં ભારતનો એચ. એસ. પ્રણોય ક્વૉર્ટર ફાઇનલમાં ફ્રાન્સના આર્નોડ મર્કલ સામે ૧૯-૨૧, ૧૬-૨૧થી હારી ગયો હતો. જોકે ભારતના જ મિથુન મંજુનાથે રશિયાના સેર્ગી સિરાન્ટને ૧૧-૨૧, ૨૧-૧૨, ૨૧-૧૮થી હરાવીને સેમી ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો.

sports news pv sindhu