05 September, 2026 05:05 PM IST | Kolkata | Gujarati Mid-day Correspondent
કિયા બૅનરજી
૧૪૦ કિલોગ્રામ વજન ઉપાડવા બદલ અને સુંદરતાને કારણે વાઇરલ થયેલી ભારતીય પાવરલિફ્ટર કિયા બૅનરજીએ મોટો ખુલાસો કર્યો છે. પશ્ચિમ બંગાળની ૨૧ વર્ષની કિયા બૅનરજીએ હાલમાં સાઉથ આફ્રિકામાં વર્લ્ડ સબ-જુનિયર અને જુનિયર ક્લાસિક પાવરલિફ્ટિંગ ચૅમ્પિયનશિપની ૪૭ કિલો કૅટેગરીમાં ૧૪૦ કિલો વજન ઉપાડીને સિલ્વર મેડલ જીત્યો હતો.
કિયા બૅનરજીએ ખુલાસો કર્યો છે કે ‘મને ઑનલાઇન જાતીય સતામણીનો સામનો કરવો પડ્યો છે. મારા નામે નકલી અકાઉન્ટ બનાવવામાં આવ્યાં હતાં અને હજારો AI-જનરેટેડ ફોટોમાં મારા ચહેરા અને શરીરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હું ફક્ત એક એવી છોકરી તરીકે જીવવા માગું છું જેને ડેડલિફ્ટિંગ પસંદ છે. લોકોએ મારા વંશ અને જાતિને નિશાન બનાવ્યાં હતાં.’
ચાઇના માસ્ટર્સ સુપર 750માં ભારતની સ્ટાર બૅડ્મિન્ટન જોડી સાત્વિકસાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની સેમી-ફાઇનલમાં એન્ટ્રી થઈ છે. ગઈ કાલે ક્વૉર્ટર ફાઇનલ મૅચમાં ભારતની જોડીએ ડેન્માર્કના હરીફો સામે ૨૧-૧૩, ૧૬-૨૧, ૨૧-૧૮થી વિજય મેળવ્યો હતો.
બીજી તરફ મેન્સ સિંગલ્સ ઇવેન્ટમાં ૩૩ વર્ષના કિદામ્બી શ્રીકાંતને ક્વૉર્ટર ફાઇનલ મૅચમાં હાર મળી હતી. હૉન્ગકૉન્ગના હરીફે તેની સામે ૨૧-૧૬, ૨૧-૧૬ની સ્કોરલાઇનથી જીત નોંધાવી હતી.