હૉકી પ્લેયર સુરેન્દ્રકુમાર હૉસ્પિટલમાં ફરી દાખલ

22 August, 2020 11:29 AM IST  |  New Delhi | Agencies

હૉકી પ્લેયર સુરેન્દ્રકુમાર હૉસ્પિટલમાં ફરી દાખલ

સુરેન્દ્ર કુમાર

ઇન્ડિયન મેન્સ હોકી ટીમના ડિફેન્ડર સુરેન્દ્રકુમારને વેનસ થ્રોમ્બોસિસ (વીટી)ના લીધે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ પહેલાં કોરોના પૉઝિટિવ આવવાને કારણે તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયાના જણાવ્યા પ્રમાણે ‘સુરેન્દ્રના શરીરના જમણા ઉપરના અંગમાં વીટીના કારણે બ્લડના ક્લોટ જમા થઈ ગયા હતા, જેને કારણે તેને હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. છેલ્લા બે-ત્રણ દિવસથી તેને આ બીમારીમાંથી રિકવર કરવા માટેની દવાઓ આપવામાં આવી રહી છે. સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયાના અધિકારીઓએ ડૉક્ટરો સાથે કૉન્ફરન્સ-કૉલ દ્વારા માહિતી મેળવી હતી. હાલના સમયમાં સુરેન્દ્રની તબિયત સ્ટેબલ છે અને ચિંતાનો કોઈ વિષય નથી.’

sports news sports hockey